હિતલ પારેખ/ગાંધીનગર :સંવેદનશીલ સરકારનો નારો આપનારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા પ્રજાજનો સાથે સીધા સંવાદનો કાર્યક્રમ ‘મોકળા મને’ (Mokala Mane) ખૂબ આવકાર પામ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો દર મહિને મુખ્યમંત્રી સાથે સંવાદ કરે છે. આ મહિને આજે 5 ડિસેમ્બર, 2019ના રોજ રાજ્યના ‘અગર ક્ષેત્રના ઉદ્યમીઓ’ (Agariya) મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરશે.


Cancel binsachivalay exam: રાતભર ગાંધીનગરની ઠંડીમાં ઠુઠવાયા વિદ્યાર્થીઓ, પણ મનોબળ ડગ્યું નહિ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતે સ્વાદથી ખારું હોવા છતાં મીઠું માનવ જીવનના સૌથી મહત્વના પાસાં એવા ભોજનમાં ભળી જઈને મીઠાશ ફેલાવે છે. ભારતીય સંસ્કૃતિમાં મીઠાનું અનેરું મહત્વ હોય છે. દિવાળીના સપ્રમા દિવસોમાં બેસતા વર્ષે આ જ મીઠું ચપટીભર પડીકીમાં ગરીબ વર્ગના લોકો વહેલી સવારે “સબરસ લ્યો...” કરતાં વેચવા નીકળે અને ત્યારે એ સબરસની પડીકી સૌ હરખભેર સારા શુકન તરીકે ખરીદે. આ સબરસ ખરીદતી વખતે કોઇ ભાવતાલ થતા નથી, તેનું મૂલ્ય પણ જોવાતું નથી. માત્ર ગરીબ વર્ગને બેસતા વર્ષની બોણી કરવાની શુદ્ધ ભાવના સબરસના નામે મીઠું આપણા જીવનમાં ફેલાવે છે.


‘મોકળા મને’ કાર્યક્રમ શ્રેણીના પાંચમા કાર્યક્રમનું આયોજન અગર ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યમીઓને આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને આમંત્રિત કરાયા છે. સંવેદનશીલ સરકાર દ્વારા અગરિયાઓની વિશેષ તકેદારી રાખી શકાય તે માટે વિચરતી જાતિના આગેવાનો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ચર્ચા કરશે. જે અગરીયાઓએ સરકારની સહાયમાંથી સ્વયંનો અને સમાજનો વિકાસ કર્યો હોય અને સમાજનો વિકાસ કરવા માંગતા હોય તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મીઠા ઉત્પાદન સાથે સંકળાયેલા મોરબી, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ તથા કચ્છ જિલ્લાનાં કુલ મળી 86 અગરિયા ભાઈઓ ભાગ લેશે તથા પોતાની વ્યથા ઉપરાંત સફળતાની કથા પણ કહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube