વિજય રૂપાણી

કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની સારવારમાં સરકારે ઇન્જેક્શનનો વિવેકપુર્ણ ઉપયોગ કરવા અપીલ કરી

મર્યાદીત જથ્થામાં ઉપલબ્ધ આ દવાઓનો ICMRની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ ઉપયોગ થાય અને જરૂરીયાત વાળા દર્દીઓને તેનો લાભ મળે તે ઇચ્છનીય છે : કમિશનર ડો. એચ.જી.કોશિયા

Jul 7, 2020, 09:51 PM IST

સુરતમાં હીરા-કાપડ ઉદ્યોગ નવી ગાઈડલાઈન સાથે ખૂલશે, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય

સુરતમાં કોરોનાના કેસની સ્થિતિ બગડતી જઈ રહી છે. જેમાં લોકડાઉન બાદ શરૂ થયેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગો ફરી શરૂ થતા કામદારોમાં કોરોનાના કેસ વધી રહ્યાં હતા. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સુરતની મુલાકાત કરી હતી. જેના બાદ આજે ડાયમંડ અને કાપડ ઉદ્યોગોના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. કોરોનાની વિકટ બનતી સ્થિતિ વચ્ચે ઉદ્યોગો શરૂ રાખવા કે બંધ તે અંગે નિર્ણય લેવા ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં મંત્રી કુમાર કાનાની, સાંસદ સીઆર પાટીલ અને મેયર જગદીશ પટેલ પણ મીટિંગમાં ઉપસ્થિત રહ્યાં હતા. 

Jul 5, 2020, 12:42 PM IST

સુરતમાં કોરોનાને કાબૂમાં લેવા રૂપાણી સરકારનો એક્શન પ્લાન, 100 કરોડના ખર્ચે કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે

સુરતમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં સુરતમાં કોરોનાના કેસ 650 થી વધુ થઈ ગયા છે. ત્યારે હવે સરકાર માટે સુરતમાં કોરોનાને કન્ટ્રોલમાં કરવુ જરૂરી બની ગયું છે. ત્યારે આ અંગે મહત્વના નિર્ણયો લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. તેઓ પોતાના કાફલા સાથે સુરત પહોંચી ગયા છે. કલેક્ટર કચેરીએ તેનો કાફલો પહોંચી ગયો હતો. જેના બાદ હવે બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્ય સચિવ કે. કૈલાસનાથન અને આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ આ બેઠકમાં સામેલ રહ્યાં છે. આ ઉપરાંત સુરતના વિવિધ 12 ધારાસભ્યો, આરોગ્ય કમિશનર, સરકારી હોસ્પિટલોના ડીન અને સુપરીટેન્ડન્ટ પણ પહોંચ્યા છે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

Jul 4, 2020, 12:01 PM IST

કોરોનાથી બગડતી પરિસ્થિતિનો તાગ મેળવવા CM વિજય રૂપાણી આજે જશે સુરત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરતની મુલાકાતે છે. સુરતમાં કોરોનાના વધતા જતા કેસોને તેઓ આજે સુરતમાં બેઠક યોજશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા  મુખ્ય સચિવ પણ હાજર રહેશે. તમામ લોકો સુરતની બગડતી જતી પરિસ્થિતિની સમીક્ષા કરશે. 

Jul 4, 2020, 08:02 AM IST

વેજલપુર તળાવનો વિકાસ કરવા મહાનગરપાલિકાને સોંપાયું, સીએમે લીધો નિર્ણય

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે વિનામૂલ્યે સોંપ્યા છે.

Jul 3, 2020, 11:40 PM IST

કોરોનાનું સંક્રમણ વધતા શનિવારે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ સુરતની મુલાકાત લેશે

છેલ્લા કેટલાક દિવસથી સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સુરતની સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ શનિવારે શહેરની મુલાકાત લેવાના છે. 

Jul 3, 2020, 07:49 PM IST

રાજ્ય સરકારે લૉકડાઉન દરમિયાન પાંચ કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કર્યું

રાજ્યના કુલ ૬૧ લાખ APL-1 કાર્ડધારકોમાંથી ૭૦ ટકા એટલે કે ૪ર.પપ લાખ કાર્ડધારકોએ ૪.પ૦ લાખ કવીન્ટલ ઘઉં, ૧.૪૦ લાખ કવીન્ટલ ચોખા, ૪૦ હજાર કવીન્ટલ ખાંડ અને ચણા દાળ/ચણા મળીને કુલ ૬ લાખ ૭૦  હજાર કવીન્ટલ મળી એમ કુલ ૨૫૮ કરોડની બજાર કિંમતનો અન્ન પુરવઠો સરકાર માન્ય સસ્તા અનાજની ૧૭ હજાર દુકાનો પરથી સોશિયલ ડિસ્ટન્સીંગના નોર્મ્સનું અનુપાલન કરીને મેળવ્યું હતું.   
 

Jul 2, 2020, 11:04 PM IST

કચ્છ શાખા નહેરના ર૪ કિ.મી.ના બાકી કામ ઝડપથી પૂરા કરવા સીએમનો આદેશ

મુખ્યમંત્રીએ કચ્છમાં નર્મદાના પાણી પહોચાડવાના કામોની વિગતવાર સમીક્ષા માટે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.  નાયબ મુખ્યમંત્રી  નિતીનભાઇ પટેલ અને રાજ્યમંત્રી  વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં આ બેઠક યોજાઇ હતી. 

Jul 2, 2020, 09:40 PM IST

રાજ્યમાં કોરોનાની સ્થિતિની ચર્ચા કરવા સીએમે એકસપર્ટ ગૃપ ઓફ ડૉકટર્સની સાથે બેઠક યોજી

એક્સપર્ટ કમિટીના તજ્જ્ઞ તબીબોએ લોકોમાં કોરોના નિયંત્રણ અંગે વધુ જનજાગૃતિ માટે સુઝાવો આપવા સાથોસાથ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણના ઘટતા જતા કેસોની પણ નોંધ લઇ તેને સુસંગત કોવિડ-19ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પણ કેટલાક સૂચનો કર્યા હતા.
 

Jul 2, 2020, 09:10 PM IST

Corona Update: સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ, 19 મૃત્યુ, રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32 હજારને પાર

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 9, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલીમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. 
 

Jun 29, 2020, 07:33 PM IST

દિવ્યાંગ વ્યક્તિઓને હાઈ સપોર્ટ નીડ પ્રમાણપત્ર આપવા માટે જિલ્લા એસેસમેન્ટ બોર્ડની રચના કરાઈ

હાઈ સપોર્ટ નીડ એસેસમેન્ટ અને પ્રમાણપત્ર માટે જિલ્લા કક્ષાએ એસેસમેન્ટ બોર્ડની રચના કરાઈ છે. જેમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન  અથવા તબીબી અધિક્ષક, મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અધ્યક્ષ તરીકે રહેશે. 

Jun 29, 2020, 07:15 PM IST

સીએમને મળ્યા બાદ સાધુ સમાજની માગ, પબુભાને ભાજપમાં કોઈ સ્થાન ન મળે, તેઓ મોરારિ બાપુની માફી માગે

દ્વારકામાં કથાકાર મોરારિ બાપુ પર થયેલા હુમલાના પ્રયાસમાં સાધુ સમાજે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમણે સાધુ સંતોના રક્ષણ બાબતે કાયદો લાવવાની પણ માગ કરી હતી. 

Jun 29, 2020, 04:27 PM IST

રેસ્ટોરન્ટના ધંધામાં સમયમર્યાદા વધારવાની માગ, દક્ષિણ ગુજરાત હોટલ એસોસિએશને સીએમને લખ્યો પત્ર

 દક્ષિણ ગુજરાતની તમામ હોટલો ને અત્યાર સુધીમાં ૪૦૦ કરોડનું નુકસાન ભોગવવું પડ્યું છે. સરકાર તેમને વેરાબીલ, ઇલેક્ટ્રિકસીટી બીલ અને જીએસટીમાં રાહત આપે તેવી પણ માગ કરી છે. 

Jun 29, 2020, 03:59 PM IST

1000 સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટનું મુખ્યમંત્રીએ કર્યું ઈ-લોન્ચીંગ

મુખ્યમંત્રીએ વડોદરા જિલ્લાની સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગના દેશભરમાં પ્રથમ એવા સફળ પ્રયોગનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચીંગ કર્યુ હતું.
 

Jun 29, 2020, 03:21 PM IST

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે ભાજપ કોર કમિટીની બેઠક

 હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે છે. માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ અને જૂન મહિનામાં ત્રણ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. 
 

Jun 28, 2020, 11:38 AM IST
gujarat become first to gave employment says periodic labour force survey PT7M56S

ગર્વ લેવાની વાત... રોજગારી આપવામાં અગ્રેસર આવ્યું ગુજરાત

gujarat become first to gave employment says periodic labour force survey

Jun 26, 2020, 02:40 PM IST

ગુજરાતે કોરોના સામે જંગ આદરીને કોરોનાના રોદણા નહિ-કોરોનાને હરાવવાનો પડકાર ઝિલ્યો છે: વિજય રૂપાણી

આત્મનિર્ભર ભારત પેકેજમાં MSME માટે જાહેર કરેલી સહાયનો મહત્તમ લાભ ગુજરાતને મળે તે માટે આયોજનબદ્ધ કામગીરી ગુજરાતે કરી છે તેની વિગતો તેમણે આપી હતી.

Jun 26, 2020, 02:23 PM IST

અનલોક-2 અંગે આજે લેવાશે નિર્ણય, CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનો પ્રારંભ

અનલોક-2 અંગે આજે CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક શરૂ થઇ ગઇ છે. મુખ્યમંત્રી અંબાજી માતાજીના દર્શન કરી સીધા કેબિનેટ બેઠકમાં હાજરી આપવા પહોંચી ગયા છે. કેબિનેટ બેઠકમાં હાજરી આપવા આવતા મંત્રીઓ અને અધિકારીઓના ચહેરા પર માસ્ક જોવા મળ્યા હતા.

Jun 24, 2020, 02:34 PM IST
lord jaggnath enter in temple after whole night wait outside in ahmedabad PT15M9S