ઝી મીડિયા/બ્યૂરો :મે મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્રનું લગ્ન હોવાના કારણે સરકારે લોકડાઉન કર્યું નથી. આ મેસેજ વાયુવેગે સમગ્ર રાજ્યમાં ફરી વળતાં આખરે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ટ્વિટ કરવાની ફરજ પડી હતી. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કરવો પડ્યો હતો, આ સમાચાર ફેક છે. તેથી આ વાત પર ધ્યાન આપવું નહિ. ફેક ન્યૂઝ (fake news) માં લોકોએ મુખ્યમંત્રીના પરિવારને પણ છોડ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજકાલ બહુ ચર્ચા ચાલી રહી છે કે, સીએમ વિજય રૂપાણીના દીકરાના લગ્ન છે અને આ લગ્નને કારણે જ લોકડાઉન લગાવાયું નથી. તેથી ખુદ વિજય રૂપાણીએ આ વાતને પાયાવિહોણી ગણાવી નથી. તેમણે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આ સમચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. સીએમને ખુદ સ્પષ્ટતા કરવી પડી કે, તેમના દીકરાના કોઈ લગ્ન નથી. 


આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લામાં ખૂટી પડ્યો કોરોના વેક્સીનનો જથ્થો 


ટ્વીટ કરીને ખુલાસો આપ્યો 
સીએમ વિજય રૂપાણીએ ટ્વીટના માધ્યમથી જણાવ્યું હતું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે, ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે. 


સ્મશાનમાં ઠેર ઠેર સળગતી ચિતાઓ પોકારી પોકારીને કહે છે કે, ‘હા અમે કોરોનાના દર્દી હતા’


કોપી-પેસ્ટ અને ફોરવર્ડ કરતા પહેલા સમાચાર ચકાસો 
ઉલ્લેખનીય છે કે, આજકાલ દરેક લોકો સોશિયલ મીડિયાના વહેણમાં વહી રહ્યાં છે. પરંતુ લોકોને એ વાતની ખબર હોતી નથી કે, સોશિયલ મીડિયા પર આવતા દરેક સમાચાર સાચા છે કે ખોટા, લોકો જોયા વગર જ તેને શેર કરતા હે છે. પરંતુ સોશિયલ મીડિયા પર આવતી 70 થી 80 ટકા માહિતી ખોટી હોતી હોય છે. તેથી આવી માહિતી શેર કરતા પહેલા ચકાસો કે તે સાચા છે કે નહિ તે જુઓ. સોશિયલ મીડિયા પર ધડાધડ જોયા વગર શેર કરવું એ પણ એક ગુનો છે. કોઈ પણ જાતની ખરાઈ કર્યા વગર આવા સમાચાર ફોરવર્ડ કરવા પણ ગુનો છે. હવે તેનો કાયદો પણ બની ગયો છે, તેથી કોઈ મુશ્કેલીમાં ન મૂકાવો તે તમારે જ ધ્યાન રાખવુ જોઈએ. કોપી-પેસ્ટ અને ફોરવર્ડ કરતા પર સો વાર વિચારો. 


આ પણ વાંચો : CM રૂપાણીના પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમિત