CM રૂપાણીના પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમિત

કોરોનાનો કહેર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવાર સુધી પહોંચી ગયો છે. રાજકોટમાં રહેતા CM રૂપાણી (Vijay Rupani) ના ભાઈના પરિવારજનો કોરોના સંક્રમિત બન્યા છે. સીએમ રૂપાણીના ભાઈ લલિત રૂપાણી સહિત પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ આવતા તમામ હોમ આઈસોલેટ થયા છે. 

CM રૂપાણીના પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમિત

ગૌરવ દવે/રાજકોટ :કોરોનાનો કહેર મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવાર સુધી પહોંચી ગયો છે. રાજકોટમાં રહેતા CM રૂપાણી (Vijay Rupani) ના ભાઈના પરિવારજનો કોરોના સંક્રમિત બન્યા છે. સીએમ રૂપાણીના ભાઈ લલિત રૂપાણી સહિત પરિવારના 5 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ આવતા તમામ હોમ આઈસોલેટ થયા છે. 

રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાઇ લલિત રૂપાણીના પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. લલિત રૂપાણી સહિત પાંચ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. જેમાં લલિત રૂપાણીની અમદાવાદમાં હોમ આઈસોલેટ થયા છે. તો બાકીના સદસ્યો રાજકોટમાં હોમ આઈસોલેટ થયા છે. અનિમેષભાઈ રૂપાણી પરિવાર સાથે રાજકોટમાં હોમ આઇસોલેટ થયા છે. 

આ પણ વાંચો : હોસ્ટેલના રૂમમાં લટકતી મળી વિદ્યાર્થીની, ચિઠ્ઠી પર મોટા અક્ષરોથી લખ્યું હતું ‘I LOVE YOU નિખિલ’

બીજી તરફ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહની કાર્યાલયમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પોતે પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાથી યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમના કાર્યાલયમાં 7 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે. પ્રદીપસિંહની સુરક્ષામાં તહેનાત 2 કમાન્ડો કોરોના પોઝિટિવ આવ્યા છે. તો ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનાં પીએ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. 

આ પણ વાંચો : ભગવાનને પ્રાર્થના કરો કે આવી હાલત ન થાય, સ્ટ્રેચર-ખુરશીઓ પર થઈ રહી છે કોરોના દર્દીઓની સારવાર  

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં 20 શહેરોમાં આજ રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ગુજરાતનાં આઠ મહાનગરો ઉપરાંત બીજાં 12 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે. કોરોના વકરતાં ગુજરાતની  હાલની સ્થિતિ જોતાં લૉકડાઉન જરૂરી હોવાની હાઈકોર્ટે ટકોર કરી હતી જે બાદ રાજ્ય સરકારે ગઈકાલે સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને હાઈપાવર કમિટીની બેઠક બોલાવી હતી. તેમાં અનેક મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. પહેલો નિર્ણય છે ગુજરાતનાં 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, બીજો નિર્ણય છે લગ્ન પ્રસંગોમાં માત્ર 100 લોકોને જ આમંત્રણ, ત્રીજો નિર્ણય છે તમામ સામાજિક અને રાજકીય કાર્યક્રમો 30 એપ્રિલ સુધી મોકૂફ અને ચોથો નિર્ણય છે દરેક શનિ-રવિ સરકારી કચેરીઓમાં 30 એપ્રિલ સુધી રજા તેમજ પાંચમો નિર્ણય છે નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news