સ્મશાનમાં ઠેર ઠેર સળગતી ચિતાઓ પોકારી પોકારીને કહે છે કે, ‘હા અમે કોરોનાના દર્દી હતા’

કોરોનાથી મોતનો આંકડો છુપાવવા પાછળ સરકારનો શું હેતુ છે તે સમજાતુ નથી. કોરોનાની ભયાનકતા કેટલી છે તે ભલે કેટલાક લોકોની સમજાતુ ન હોય, પરંતુ આ બીમારી કેટલી ઘાતક છે તે તો મહાનગરોના સ્મશાન ગૃહમાં જોવા મળતી લાશો પુરાવો આપી રહી છે. લોકોને સ્વજનોના અંતિમ વિધિ માટે રાહ જોવી પડી રહી છે. ત્યારે વડોદરા શહેરની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. શહેરના ખાસવાડી સ્મશાન માટે અંતિમ વિધિ માટે એક પણ ચિતા ખાલી નથી. 

સ્મશાનમાં ઠેર ઠેર સળગતી ચિતાઓ પોકારી પોકારીને કહે છે કે, ‘હા અમે કોરોનાના દર્દી હતા’

હાર્દિક દિક્ષીત/વડોદરા :કોરોનાથી મોતનો આંકડો છુપાવવા પાછળ સરકારનો શું હેતુ છે તે સમજાતુ નથી. કોરોનાની ભયાનકતા કેટલી છે તે ભલે કેટલાક લોકોની સમજાતુ ન હોય, પરંતુ આ બીમારી કેટલી ઘાતક છે તે તો મહાનગરોના સ્મશાન ગૃહમાં જોવા મળતી લાશો પુરાવો આપી રહી છે. લોકોને સ્વજનોના અંતિમ વિધિ માટે રાહ જોવી પડી રહી છે. ત્યારે વડોદરા શહેરની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. શહેરના ખાસવાડી સ્મશાન માટે અંતિમ વિધિ માટે એક પણ ચિતા ખાલી નથી. 

ગઈકાલે મંગળવારના રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરમાં કોરોનાથી મોતનો આંકડો 1 બતાવવામાં આવ્યો હતો. પરંતુ વાસ્તવિકતા આ આંકડાથી કોસો દૂર છે. ઝી 24 કલાકની ટીમે શહેરના ખાસવાડી સ્મશાન ગૃહમાં રિયાલિટી ચેક કર્યું તો જોવા મળ્યું કે, અહીં મોટી સંખ્યામાં ચિતાઓ સળગી રહી હતી. કોરોના પોઝિટિવ દર્દીઓને આ ચિતા છે. ત્યારે સ્મશાનમાં પાસે ઉભેલા લોકોએ પણ સ્વીકાર્યું કે, આ દર્દી તેમના સ્વજનો હતા અને કોરોનાથી તેમનુ મૃત્યુ થયું છે. 

આ પણ વાંચો : સરકાર ખોટું બોલે છે, પણ લાશો ખોટું બોલતી નથી... પીપીઈ કીટમાં ઢંકાયેલા મૃતદેહો આપી રહ્યાં છે

શહેરના ત્રણ-ચાર સ્મશાન ગૃહોમાં કોરોનાના દર્દીઓની અંતિમવિધિ થઈ રહી છે. જેની સામે હાલ સ્મશાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરાવવા માટે વેઈટિંગ બોલાઈ રહ્યું છે. ત્યારે સળગી રહેલી ચિતાઓ બતાવે છે કે, પાલિકા અને ડેથ ઓડિટ કમિટી ખોટુ બોલે છે. આ ચિતાઓ પોકારી પોકારીને કહી રહી છે કે, હા અમે કોરોનાના દર્દીઓ છીએ. 

એક એક મિનિટના અંતરે એમ્બ્યુલન્સ સ્મશાનમાં આવી રહી છે. જે બતાવે છે કે, શહેરમાં વાયરસ મોટી સંખ્યામાં લોકોનો ભોગ લઈ રહ્યો છે. વડોદરામાં ચિંતાજનક સ્થિતિ છે તેવુ તંત્ર ભલે કહી રહ્યું, પણ આ પહેલા આ ચિતાઓ પર નજર કરી લેજો. સ્મશાનના દ્રશ્યો જોતા શહેરની વાસ્તવિક સ્થિતિનો અંદાજ આવ્યો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news