અમદાવાદ: કરોડોનું કૌભાંડ કરીને નાસી છૂટેલા વિનય શાહની નેપાળમાં ધરપકડ કરી લેવામાં આવી છે. તો વિનય શાહને ગુજરાતમાં ક્યારે લાવવામાં આવશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે. રોકાણકારો રાહ જોઇ રહ્યાં છે કે, વનિય શાહને ગુજરાત લાવવામાં આવે અને તેમના ડૂબેલા રૂપિયા તેમને પરત મળી જાય. પરંતુ વિનય શાહને ગુજરાત લાવવામાં ભારત અને નેપાળ વચ્ચે થયેલી પ્રત્યાર્પણની સંધિ અડચણો ઉભી કરી રહ્યું છે. તો હવે જોવાનું એ રહ્યું કે કેન્દ્ર સરકાર વિનય શાહને ગુજરાત પરત લાવવા માટે શું પ્રયત્ન કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે અહીં ક્લિક કરો: રહસ્યમય રીતે ગુમ થયા પૂર્વ ક્રિકેટર, કાકાની ખબર કાઢવા અમેરિકાથી વડોદરા આવ્યા હતા


કરોડાના કૌભાંડી વિનય શાહની નેપાળમાં ધરપકડ કરાવમાં આવી છે. ત્યારે સરકરા તેને ગુજરાત લાવવાનો પ્રયાસ ભલે કરી રહી હોય પરંતુ વિનય શાહને ગુજરાત લાવવામાં ભારત અને નેપાળ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ અડચણ રૂપ બનતી જોવા મળી રહી છે. ભારત અને નેપાળ વચ્ચે 1963માં થયેલી પ્રત્યાર્પણની સંધિની જો વાત કરીએ તો તેમાં સામેલ કરવામાં આવેલા 17 ગુનાઓમાં નાણાંકીય છેતરપિંડીનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નાણાંકીય છેતરપિંડીમાં સંડોવાયેલા આરોપીને પરસ્પર સોંપવાનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કેન્દ્ર સરકાર વિનય શાહને ભારત પરત લાવવા માંગે તો તેમને નેપાળમાં ઝડપાયેલા ચલણની ત્રણ ગણી રકમ ભરવી પડે અથવા ત્રણ વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ વિનય શાહને પરત લાવી શકાય છે.


વાંચવા માટે અહીં ક્લિક કરો: ભાજપ સાથે છેડો ફાડીને લાલજી મેરે પકડ્યો કોંગ્રેસનો હાથ


ભારત અને નેપાળ વચ્ચે થયેલી સંધીની જોગવાઇ મુજબ આરોપી જેટલા વિદેશી ચલણ સાથે પકડાયો હોય તેની ત્રણ ગણી રકમ દંડ તરીકે ભરવી પડે તો જ છુટી શકે છે અને જો આ રમક ન ભરે તો 3 વર્ષની જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. તેથી જો વિનય શાહને ગુજરાતમાં નોંધાયેલા ગુનાઓની તપાસથી બચવું હોય તો તે ત્રણ વર્ષની જેલની સજાનો વિકલ્પ પંસદ કરી શકે છે. ત્યારે બીજી વાત એવી પણ છે કે જ્યાં ગુનો કર્યો હયો ત્યાં ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજા દેશમાં લઇ જઇ શકાય નહીં.


વાંચવા માટે અહીં ક્લિક કરો: જસદણ પેટા ચૂંટણી પહેલા ભડકો: 'કોંગ્રેસે પાટીદારોનો ઉપયોગ કરી હાંસિયામાં ધકેલી દીધા..'


ઉલ્લેખનીય છે કે નેપાળમાં થયેલા કેસની ટ્રાયલ ચાલું હોય ત્યાં સુધી ગુજરાત પોલીસ તેનો કબજો લઇ શકે નહીં. આ પ્રત્યાર્પણ સંધિની જોગવાઇ જોતા કહી શકાય કે વિનય શાહનો કબજો સીઆઇડી ક્રાઇમ ક્યારે મેળવશે તે નક્કી નથી. અને તેને પરત લાવવા માટે કેન્દ્ર સરકાર શું પગલા લઇ શકે છે તે જોવાનું રહ્યું.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...