આશ્કા જાની/અમદાવાદ : શહેરમાં ફરી એકવાર ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા. રવિવારી બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. ખાસ કરીને લોકોમાં કોરોનાને લઈ કોઇ પણ પ્રકારની સાવચેતી જોવા નહોતી મળી. આવી ભીડ હોવા છતાં પોલીસ  ભીડને  વિખેરવા માટે હાજર રહી નહોતી. સ્પષ્ટ રીતે તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. આ દ્રશ્યો પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવે છે. આવી જ રીતે સંક્રમણ વધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પીકઅપ ઇન્ડિયા અમિત ચાવડા: વિશ્વની સૌથી મોટી લોકશાહી ભાજપના રાજમાં ખતરમાં છે


કોરોના મહામારીમાં એક તરફ સરકાર અને હાઇકોર્ટ માસ્કને લઈ સખત વલણ અપનાવી રહી છે. દંડની રકમમાં વધારો કરી રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદના ગુજરી બજાર આ મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેર્યા વગર ખુલ્લે આમ ફરતા જોવા મળ્યા. જે રીતે ખુલ્લે આમ માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે.  જ્યારે ઝી 24 કલાકની ટીમે તેમને કેમ માસ્ક નથી પહેર્યું તે સવાલ કર્યો તો અવનવા બહાના સાંભળવા મળ્યા હતા. 


LIVE અકસ્માત: ગોંડલના ગુંદાળા રોડ પર આડી ઉતરેલી બાઇકને કારે ફંગોળ્યું


લોકોએ અવનવા બહાના કાઢ્યા હતા. નવું માસ્ક ટ્રાય કરતી એટલે, માસ્ક ઘરે ભૂલી ગઈ છું. જ્યારે અમુલ લોકો તો કેમેરાની સામે જ માસ્ક પહેરતા જોવા મળ્યા હતા. લોકોની આવી બેદરકારીના કારણે જ અમદાવાદમાં સંક્રમણ વધી રહ્યું છે.તેમ છતા પણ કોર્પોરેશન અને પોલીસ ગાઢ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર