અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં બાળકો ઉપાડી જતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાઓએ જોર પકડ્યું છે જેના ભયથી લાખણી તાલુકાની અંતરિયાળ શાળાઓમાં વિધાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ પોતાના બાળકોને શાળામાં મુકતા ડર અનુભવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તસવીર છે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર કાળો ડાઘ, હકીકત છે ચોંકાવનારી


કેટલાય સમયથી સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં પરપ્રાંતીય મહિલાઓ અને પુરૂષોની ગેંગ બાળકો ઉઠાવી જતી હોવાની અફવાઓ સોશિયલ મીડિયામાં વાઇરલ બની છે. આવી અફવાઓથી ડરેલા વાલીઓ પોતાના બાળકોને શાળામાં મુક્તા ડર અનુભવી રહ્યા છે અને બાળકોને અભ્યાસ માટે શાળાઓમાં મુકતા નથી. આ કારણે લાખણી પંથકની કેટલીક શાળાઓમાં શિક્ષકોને અભ્યાસક્રમ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે કેટલાક વિદ્યાર્થીઓ ડરતાં ડરતાં સ્કૂલે આવી રહ્યા છે.


બાળકો ઉપાડવાની વાત એક અફવા છે તેવું શિક્ષકો દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે છતાં પણ ગામડાના વાલીઓ દ્વારા પોતાના બાળકોને સ્કૂલે ન મોકલતાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં શિક્ષકો પણ હવે ચિંતિત બન્યા છે. જોકે શિક્ષકો દ્વારા બાળકો ઉપાડી જવાની વાત ફક્ત અફવા છે તેવું વાલીઓને સમજાવવાના સતત પ્રયત્નો કરાતા કેટલાક વાલીઓએ આ વાતને અફવા સમજીને પોતાના બાળકોને સ્કૂલે મોકલવાનું ચાલુ કર્યું છે.


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...