ભજીયા જો બહુ ભાવતા હોય તો ખાતા પહેલા એકવાર આ VIDEO જરૂર જોઈ લો...
કોરોનાકાળમાં તમે ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ અને અનોખા જુગાડના વીડિયો જોયા હશે. સોશિયલ મીડિયા પર હાલ એક આવો અજીબો ગરીબ વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો. કોરોના કરતા કોરોનાનો ભય વધુ છે અને તેથી હવે લોકો સ્વબચાવ માટે ઘરે ઘરે ઓક્સિમીટર રાખતા થઈ ગયા છે. ત્યારે એક શખ્સે ઓક્સીમીટરમાં ભજીયું મૂકીને જોયું તો તેના ગજબના પરિણામ જોવા મળ્યા.
દીપક પદમશાલી, અમદાવાદ: કોરોનાકાળમાં તમે ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ અને અનોખા જુગાડના વીડિયો જોયા હશે. સોશિયલ મીડિયા પર હાલ એક આવો અજીબો ગરીબ વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમે પણ ચોંકી જશો. કોરોના કરતા કોરોનાનો ભય વધુ છે અને તેથી હવે લોકો સ્વબચાવ માટે ઘરે ઘરે ઓક્સિમીટર રાખતા થઈ ગયા છે. ત્યારે એક શખ્સે ઓક્સીમીટરમાં ભજીયું મૂકીને જોયું તો તેના ગજબના પરિણામ જોવા મળ્યા.
કોરોનાની રસીની ટ્રાયલ શરુ થઈ ચુકી છે. પણ જ્યાં સુધી કોરોનાની રસીનું સફળ પરિક્ષણ ન થાય ત્યાં સુધી માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર જ રસી સમાન છે. કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે ત્યારે કોરોનાનો ભયમાં પણ લોકોમાં એટલો જ જોવા મળી રહ્યો છે. કોરોનાના સ્વબચાવ માટે લોકો ઘરે ઘરે થર્મોમીટર અને ઓક્સીમીટર રાખવા લાગ્યા છે. જે લોકોનું ઓક્સિજન લેવલ બરાબર હોય તેઓ તો શાંત મને ખુશ રહેતા હોય છે. પણ જ્યારે આવા સાધનો ધરે ઘરે આવી જાય ત્યારે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે મેડિકલ ઉપકરણો સાથે અખતરા પણ કરતા હોય છે.
SCનો રાજ્યોને આદેશ, કોરોના સંક્રમિતોના ઘરની બહાર નહીં લગાવી શકાય પોસ્ટર
શું ભજીયામાં પણ હોય છે ઓક્સીજન?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમારા મનમાં પણ આવા સવાલો થશે. એક શખ્સે ભજીયા ખાતા ખાતા ઓક્સિમીટરમાં ભજીયું મુકી દીધુ. તમને થતું હશે કે આમાં શું નવાઈ છે. તો અહીં નવાઈ વાત એ છે કે ઓક્સિમીટરમાં ભજીયાનું ઓક્સિજન લેવલનું પણ પરિણામ આવી ગયું. એટલે કે ઓક્સિમીટરમાં ભજીયા મૂકતાની સાથે જ જાણે કે ભજીયામાં હાર્ટ હોય તેમ ભજીયાની હાર્ટ બીટ ચાલુ થઈ ગઈ અને ફક્ત હાર્ટ બીટ જ નહીં પણ ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ પણ કાઉન્ટ થવા લાગ્યું. ઓક્સિમીટરમાં આંકડાઓમાં ફેરફાર થવા લાગ્યો. તમે ઓક્સિમીટરમાં તમામ આંકડાઓ જોઈ શકો છો.
જુઓ VIDEO
સોશિયલ મીડિયામાં લોકોના મત- ભજીયાને નોનવેજ કેટેગરીમાં મૂકો!
આ વીડિયોને જોઈને કેટલાક લોકો તો એવું પણ સમજી બેઠા કે આ ભજીયામાં જીવ છે અને આને નોન વેજની કેટેગરીમાં મુકી દેવું જોઈએ. આ પહેલા પણ એક યુવકે ઓક્સિમીટરમાં બીડી મૂકી હતી જેમાં પણ ઓક્સિમીટરે બીડીનું પણ ઓક્સિજન લેવલ બતાવ્યું હતું. સામાન્ય રીતે આવા મેડિકલ ઉપકરણો ચાઈનીઝ હોય છે અને તેથી લોકો આને ચાઈનીઝ ઓક્સિમીટર પણ કહે છે કે જેના પર ક્યારેય વિશ્વાસ રાખી શકાય નહીં..
કોરોનાકાળમાં આ 15 'ઈમ્યુનિટી બુસ્ટર' વસ્તુઓનું ખાસ કરો સેવન, વાયરસને હરાવવામાં થશે મદદરૂપ
સામાન્ય રીતે લોકો કહેતા હોય છે કે કળયુગ છે કંઈ પણ શક્ય થઈ શકે છે ત્યારે કોરોનાકાળમાં આ વીડિયો જોઈને એવું પણ કહી શકાય કે કોરોનાકાળ છે કંઈ પણ શક્ય બની શકે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ છે અને કેટલાક લોકો આ વીડિયો શેર કરીને કોમેન્ટ કરી રહ્યા છે કે ભારતમાં તો કોરોનાની પણ મજાક બની ગઈ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube