કેતન બગડા, અમરેલી: દિવસેને દિવસે શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં રોમિયોગીરી (Women Teasing) કરતા યુવકો અને સગીર  જોવા મળતા હોય છે ત્યારે અમરેલી (Amreli) ના ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીનિઓ સ્કૂલમાં જતી વખતે અને સ્કૂલેથી આવતી વખતે એક સગીરને રોમિયોગીરી (Women Teasing) કરવી ભારે પડી ગઈ છે. વીડિયો (Video) માં જોઈ શકો છો કેટલીક વિદ્યાર્થીનીઓ એક યુવકને ચંપલ વડે મારી રહી છે હાલ તો આ વીડિયો વાયરલ (Viral Video) થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિડીયો અમરેલી (Amreli) ના શેખપીપળીયા ગામનો હોવાની ચર્ચા થઈ રહી છે. અમરેલી (Amreli) ના ગ્રામ્ય વિસ્તારમાં ખુલે જલદી વિદ્યાર્થીનીઓનો પીછો કરતા એક સગીરને ત્રણ-ચાર યુવતીઓએ જાહેરમાં ધોલાઈ કરી અને ચંપલ વડે મેથીપાક ચખાડ્યો હતો આનાથી શરીરની સાન ઠેકાણે લાવી દીધી હતી. 

Viral Audio: રક્ષાબંધન પહેલાં સાસરીયાના ત્રાસને લીધે મોતને વ્હાલુ કરનાર બહેને ભાઇને ફોન કરી વર્ણવી આપવીતી, સાંભળી આંખો થઇ જશે ભીની


હાલ તો આ વિડીયો ખૂબ જ વાયરલ (Viral) થઇ રહ્યો છે વાયરલ વિડીયો (Viral Video) માં વિદ્યાર્થીનીઓ પજવણી કરતો હોય તેવું જણાવી રહી છે ત્યારે સગીર પણ હવે નહીં કરું અને હવે આ બધું ક્યારેય નહીં આવું તેવી વાત કરતો વીડિયો (Video) માં સંભળાઈ રહ્યું છે ત્યારે આ બાબતે હજુ સુધી પોલીસ ફરિયાદ થઇ નથી અને આ વિડીયો જિલ્લામાં ચર્ચાએ ચડ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube