ઝી બ્યુરો/મહેસાણા: વિસનગરમાં યુવતીની હત્યા મામલે જીજ્ઞેશ મેવાણીએ અલ્ટીમેટમ આપ્યું છે. 24 કલાકમાં આરોપીઓ ન પકડાય તો આંદોલનની મેવાણીએ ચીમકી આપી છે. સાથે જ SITની રચના અને ક્રાઈમબ્રાંચને તપાસ સોંપવાની માગ કરવામાં આવી છે. વિસનગર તાલુકાના બાસના ગામ પાસેથી એરંડાના ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો હતો. જે બાદ યુવતીના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હત્યારાઓને ઝડપી પાડવા માંગ કરી હતી. યુવતી સાથે દુષ્કર્મ થયાની પણ પરિવારે આશંકા વ્યક્ત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની 126 સીટ પર BJPનું વિશેષ ફોકસ, ગુજરાતની 5 સીટ પર વધુ ધ્યાન આપવા છૂટ્યા આદેશ


જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, વિસનગરના એક ગામડાની યુવતીની અર્ધનગ્ન અવસ્થામાં લાશ મળી, તે મહેસાણા જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. આ મામલે પોલીસની કોઈ ગંભીરતા જોવા મળી રહી નથી. આથી 24 કલાકમાં પોલીસ તમામ આરોપીઓને ધરપકડ કરે. જો 24 કલાકની અંદર આરોપીઓની ધરપકડ નહીં થાય, તો 25માં કલાકે ઉગ્ર આંદોલન સાથે રોડ પર ઉતરવું પડશે. પોલીસ આરોપીઓને પકડવા માટે સક્ષમ ના હોય, તો આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને અથવા CIDને સોંપવામાં આવે.


અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી


તેમણે વધુમાં જણાવ્યું કે, મહેસાણા પોલીસ 24 કલાકમાં તમામ આરોપીઓની ધરપકડ કરે અને ફાસ્ટ્રેક કોર્ટની અંદર 6 મહિનામાં કેસની ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે. તેમજ પીડિત પરિવારને જો એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ થાય, તો તેની જોગવાઈ મુજબ પરિવારના સ્વજનને રહેમરાહે નોકરી તેમજ ખેતી માટે જમીન ફાળવવામાં આવે.


વિકાસની રાજનીતિ શું હોય એ દેશ-દુનિયાને ગુજરાતે દેખાડ્યું, અમે જનતાએ મુકેલો વિશ્વાસ..


ઉલ્લેખનીય છે કે, મહેસાણા-વિસનગર હાઇવે ઉપર આવેલા બાસણા ગામના પાટિયા નજીક ખેતરમાંથી નગ્નઅવસ્થામાં યુવતીનો મૃતદેહ મળી આવતા આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અને અલગ અલગ પ્રકારના તર્ક પણ લોકો લગાવી રહ્યાં છે. પોલીસે યુવતી કોણ છે અને ક્યાંની રહેવાસી છે તે દિશામાં તપાસ કરતાં બે દિવસ પહેલા ગુમ થયેલી દલિત પરિવારની દીકરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પ્રાથમિક માહિતી અનુસાર વિસનગરના વાલમ ગામની યુવતીની લાશ હોવાનું પ્રાથમિક તપાસમાં વિગત સામે આવી છે.


ગુજરાતમાં હવે કોરોનાનું સૂરસૂરિયું! કેસમાં થઈ રહ્યો છે મોટો ઘટાડો, જાણો એક્ટિવ કેસ


મહેસાણા ખાતે આવેલા એક મોલમાં નોકરી કરતી દલિત પરિવારની દીકરીનો મૃતદેહ નગ્ન હાલતમાં મળતા યુવતી સાથે અઘટિત ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. યુવતીના શરીર ઉપરના તમામ કપડાં અને તેની પાસેની બેગ મૃતદેહથી 500 મીટર દૂર હાઇવે નજીક ખેતરમાંથી મળી છે. બે દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ હત્યા થયેલી હાલતમાં મળતા વિસનગર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાસ્થળે વિકૃત હાલતમાં અને જાનવર એ કરડી ખાધેલી હાલતમાં મૃતદેહ સુધી પહોંચેલી પોલીસ એ હત્યાની સાથે દુષ્કર્મની શંકા આધારે હત્યાનો ભેદ ઉકેલવા ચક્રોગતિમાન કરી દીધા છે. 


લગ્નનું મુહૂર્ત જોતા હોય તો વરસાદનું પણ મુહૂર્ત જાણી લેજો! આયોજકોએ આ વ્યવસ્થા આરંભી


પ્રાથમિક તબક્કે યુવતીને ગળું દબાવી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં યુવતીની લાશને અમદાવાદ ફોરેન્સિક પીએમ અર્થે મોકલવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ સિવિલમાંથી પરિવાર યુવતીનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી રહ્યો હતો. અને હોસ્પિટલમાં આ મુદ્દે ભારે હોબાળો પણ થયો. પીડિત પરિવાર હાલ ન્યાયની માગ કરી રહ્યો છે. જ્યાં સુધી પોલીસ દ્વારા સચોટ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહિ આવે તેવું પરિવારનું કહેવું છે. 


CMના કાર્યક્રમમાં અધિકારીને ઉંઘવું ભારે પડ્યું, ભુજ પાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ


બીજી બાજુ દલિત દીકરીની હત્યાના બનાવ અંગે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. દીકરીના મોત અંગે જીગ્નેશ મેવાણીએ દલિતો પર થતા અત્યાચારોને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. દલિત પરિવાર જ્યારે જીગ્નેશ મેવાણી સામે આવ્યા ત્યારે રીતસરના હાથ જોડી, ન્યાય માટે કાકલુદી કરતા હોય તેમ નજરે પડ્યા હતા. એક તરફ દીકરીનો દેહ નગ્નાવસ્થામાં મળે છે અને બીજી બાજુ ઘટનાના 24 કલાક પછી પણ હત્યારાઓ ફરાર છે ત્યારે તેમણે મેવાણી સામે રીતસર માથા પછાડ્યા હતા. તેઓ પોતાની આ કમનસીબી પણ લાચાર નજરે પડી રહ્યા હતા. પોલીસ દીકરીને તાત્કાલિક ન્યાય અપાવે તે માટે ચોધાક આંસુએ રજૂઆત કરી હતી.


પાકિસ્તાનમાં યુવતીઓની કબર પર કેમ લટકી રહ્યા છે તાળા? માનસિક વિકૃતિએ કેમ વટાવ છે હદ?