કચ્છઃ દ્વારકા બેટની જમીનના ટાપુની જમીનનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે. જેમાં બેટ દ્વારકામાં જમીન મામલે 2 ટાપુઓની જમીન મૂળ વકફ બોર્ડની હોવાનો દાવો કર્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટે વકફ બોર્ડનો દાવો નકાર્યો હતો અને હાઈકોર્ટે બોર્ડના દાવાની ટીકા કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, તમે શું બોલો છો તેનું કંઈ ભાન છે, કૃષ્ણ નગરીમાં વકફ કમિટી જમીનનો દાવો કેવી રીતે કરી શકે? આજે એકાએક પરિમલ નથવાણીએ વકફ બોર્ડના દાવા સામે  સવાલ ઉઠાવતા ખળભળાટ મચ્યો છે અને આ મુદ્દો ફરીથી ચગ્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે કુષ્ણ ભગવાનની જન્મભુમિ પર કેવી રીતે બોર્ડ દાવો કરી શકે તેવો સવાલ ઉઠાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્વારકા બેટની જમીનના ટાપુની જમીનનો વિવાદ વકર્યો છે અને વકફ બોર્ડે ટાપુના જમીન પર દાવો કર્યો છે. ત્યારબાદ હિંદુ યુવા વાહિની ગુજરાતના દેવનાથ બાપુએ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં દેવનાથ બાપુએ યુપીએના 2013ના કાયદાને રદ કરવા માગ કરી છે. તમામ સમાજને સાથે રાખીને કાયદો રદ કરવા અપીલ કરી છે. દેવનાથ બાપુએ જણાવ્યું હતું કે યુપીએના કાયદા અંતર્ગત વકફ બોર્ડ જમીન પર દાવો કરી શકે છે. વકફ બોર્ડ 2 રૂપિયાના સ્ટેમ્પ પર કાયદા અંતર્ગત કોઈ પણ જમીન પર દાવો કરી શકે છે.


દક્ષિણ ગુજરાતના રાજનેતાઓના ઈલુ ઈલુનો ઓડિયો વાયરલ: 'હું સામેથી થોડી કહું કે મને હોટલમાં લઈ જાવ..!


મહત્વનું છે કે વકફ કમિટીએ દ્વારકા બેટની જમીન પોતાની માલિકીની હોવાની અરજી કરી હતી. ત્યારે હાઈકોર્ટે નારાજગી દર્શાવી હતી. સુન્ની વક્ફ બોર્ડે દેવભૂમિ દ્વારકામાં બેટ દ્વારકાના બે ટાપુઓ પર દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે બેટ દ્વારકાને લઇને માન્યતા વકફ બોર્ડ પોતાની માલિકી હોવાનો દાવો કર્યો છે. બેટ દ્વારકાના કલસ્ટરમાં 8 નાના ટાપુ છે જ્યારે દ્વારકાના કિનારે આવેલો નાનો ટાપુ બેટ દ્વારકા  છે, અહીં શ્રી કૃષ્ણ શાસન દ્વારકાથી કરતા હતા જ્યારે શાસન દરમિયાન શ્રીકૃષ્ણનું નિવાસ સ્થાન બેટ દ્વારકા હતું શ્રી કૃષ્ણનું પ્રિયસ્થાન હોવાથી આજ સુધી બેટ દ્વારકાને કોઇ આંચ આવી નથી, અહીં ભૂકંપ,સુનામી જેવી કુદરતી આફતથી બેટ દ્વારકાને કશું નુકસાન થયું નથી.  


દ્વારકાને લઇને શું છે લોક વાયકા? 
દ્વાપર યુગમાં કૃષ્ણએ 12 યોજન ભૂમિ પર નગરની સ્થાપના કરી હતી અને મથુરા છોડી કૃષ્ણએ દ્વારકાના દરિયા કિનારે વસવાટ કર્યો હતો. દ્વારકાએ ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ પર આવેલું એક સમૃદ્ધ શહેર હતું અહીં મહાભારત યુદ્ધના 36 વર્ષ પછી જ દ્વારકાપુરી સમુદ્રમાં ડૂબી હતી. માનવામાં આવે છે કે 9000 વર્ષ જૂનું ઉત્તમ શહેર 4000 વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયું એવી માન્યતા છે. 


મોટી ચેતવણી; સુરતમાં આગામી 15 દિવસ મહત્ત્વપૂર્ણ, 'ટૂંક સમયમાં કોરોના રાફડો ફાટશે, આંક 4 ડિજિટમાં જશે...'


અગાઉ એવું માનવામાં આવતું હતું કે પૂર્વે ભારતમાં ઉચ્ચ ક્રમની કોઈ સંસ્કૃતિ ન હોવી જોઈએ, પરંતુ કાર્બન ડેટિંગ પરથી હવે સ્પષ્ટ થાય છે કે દ્વારકા 9000 વર્ષ જૂનું શહેર છે. આ પૌરાણિક શહેર હિમયુગ પછી 400 ફૂટની ઉંચાઈને કારણે દરિયામાં ડૂબી ગયું હોવાનું પણ કહેવાય છે. માનવામાં એવું પણ આવે છે કે દરિયાની અનંત ઊંડાણમાં ડૂબી ગયેલું દ્વારકા, ગોમતી નદી (ગુજરાત) અને અરબી સમુદ્રના સંગમ પર આવેલું એક સમૃદ્ધ શહેર હતું. દ્વારકા સમુદ્રમાં વિલીન થયા પછી ભગવાન શ્રીકૃષ્ણ વૈકુંઠધામ ગયા હતા. હાલનું બેટ દ્વારકા જ્યાં આવેલું છે, તે જ દરિયાના ભાગમાં પ્રાચીન શહેર વસેલું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube