દક્ષિણ ગુજરાતના રાજનેતાઓના ઈલુ ઈલુનો ઓડિયો વાયરલ: 'હું સામેથી થોડી કહું કે મને હોટલમાં લઈ જાવ..!

બન્ને વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો ક્લિપમાં બે કોર્પોરેટરોની ફોન પર વાતચીતમાં સંભળાઈ રહ્યું છે કે પુરુષ કોર્પોરેટરની લાળ ટપકતી ઈચ્છા અને મતિને લઈને અનેક ચર્ચા વહેતી થઈ છે.

દક્ષિણ ગુજરાતના રાજનેતાઓના ઈલુ ઈલુનો ઓડિયો વાયરલ: 'હું સામેથી થોડી કહું કે મને હોટલમાં લઈ જાવ..!

ઝી બ્યુરો/સુરત: દક્ષિણ ગુજરાતના રાજનેતાઓના ઈલુ ઈલુનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયામાં હાલ ઓડિયો જબરદસ્ત ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે, જેમાં બે કોર્પોરેટરોનો કથિત ટેલિફોનિક સંવાદ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં સૌરાષ્ટ્રવાસીઓ વિસ્તારના કથિત મહિલા અને પુરુષ કોર્પોરેટરો વચ્ચેના સંવાદની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં 'હું થોડી તમને સામેથી કહું... સારું હાલ, તો, ક્યાં જવું છે બોલ..? તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો..? જેવા સંવાદ ચર્ચાનો વિષય બન્યા છે. 

બન્ને વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો ક્લિપમાં બે કોર્પોરેટરોની ફોન પર વાતચીતમાં સંભળાઈ રહ્યું છે કે પુરુષ કોર્પોરેટરની લાળ ટપકતી ઈચ્છા અને મતિને લઈને અનેક ચર્ચા વહેતી થઈ છે.

કથિત પુરુષ કોર્પોરેટરે ચારિત્ર્યને મુદ્દે પહેલાથી જ ખુલાસો કરવાનો વખત આવ્યો છે. આ વખતે રોમેન્ટીક મૂડમાં આવી જઈ પક્ષની સાથી મહિલા કોર્પોરેટર સાથે મર્યાદા ઓળંગીને કરેલી વાત વાઈરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં બન્ને વચ્ચે થયેલી વાતચીતમાં હું થોડી કંઈ તમને સામેથી કહું... સારું હાલ, તો, ક્યાં જાવું છે. બોલ...? તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો કેશ પેમેન્ટ આપી દેજો..! કહી મહિલા કોર્પોરેટરે મજાકીય અંદાજમાં જાહેર કરેલી ઈચ્છાને લઈ સનસનાટી મચી છે. બન્ને વચ્ચેનો કથિત સંવાદ સાંભળી રાજકીય વર્તુળોમાં રાજકારણમાં અંદરોઅંદર શું ચાલી રહ્યું છે તે અંગે અનેક વાતો વહેતી થઈ છે.

તમને જણાવી દઈએ કે, સુરતમાં AAPના મહિલા કોર્પોરેટર પ્રેમી સાથે ભાગી ગઈ હોવાની વાત અને વિવાદ હજી શમ્યો નથી, ત્યા વધુ બે કોર્પોરેટરોના સંવાદથી નવો રાજકીય સળવળાટ શરૂ થયો છે. બન્ને વચ્ચે કથિત પણે ગરમજોશીથી થયેલી વાતોને લઈને સુરત શહેરના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.

બન્ને વચ્ચે થયેલા સંવાદના અંશો

હલો... તમે સુરત કે અહીંયા...
અહીંયા અહીંયા...
કેમ કંઈ જવાનું છે કાંઈ..?

તમે ગાંધીનગર આવ્યા છો?
ના, ના હું તો એકલી જ છું.
કંઈક જવું છે ફરવા, 
થોડા માણસ જેવા થાવ, થોડા માણસ જેવા... માણસ જેવા જ છીએ..
આ તો મેં કીધું શું કરો છો...
તમારે તમારી બહેનપણીને લઈને આવત ને...
કોણ બહેનપણી.. ઘણાને હોય તો એમ લઈ જવાયને...
હું થોડી કંઈ સામેથી તમને કહું....
સાપું હાલ ક્યાં જવું છે બોલ..?
 
પાર્ટીવાળા માથે થોકીને પતાવી દેશે...
આ ધંધો કરવા નથી આવ્યા, આપણે શુદ્ધ કામ કરવા આવ્યા છે.
ડાયરેક્ટ ક્યાં લઈ જાઉ, એમ પુછતા શરમેયન આવે..

મારું જમા જ છે આમેય,
શું જમા છે...?
ફરવા જવાનું...
તો મારા ભાભીને ઘરેથી લેતા અવાય ને..
આપણા સંબંધ તો ફ્રેન્ડ જેવો જ છે અને રહેશે
તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો...

સોશિયલ મીડિયામાં ફરતી આ ઓડિયો ક્લિપની સત્યતાને ઝી ન્યૂઝ પુષ્ટિ આપતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news