આવતીકાલે અમદાવાદના આ ઝોનમાં પાણીકાપ, જાણો ક્યા-ક્યા વિસ્તારમાં નહિ મળે પાણી
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતીકાલે કામગીરી કરવાની હોવાથી શહેરના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વોર્ડનમાં સાંજનો પાણી પૂરવઠો મળશે નહીં.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવતીકાલે પાણીકામ મુકવામાં આવશે. વોટર પ્લાન્ટમાં કામગીરી કરવાની હોવાથી મહાનગર પાલિકાએ પાણીકામ મુકવાનો નિર્ણય લીધો છે. જેથી ગુરૂવારે શહેરના પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના વોર્ડનમાં સાંજનો પાણી પૂરવઠો મળશે નહીં.
જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે કામગીરી હાથ ધરાશે
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી જાસપુર પ્લાન્ટમાંથી પાણી મેળવતા વિસ્તારના લોકોએ આવતીકાલે પાણીકાપનો સામનો કરવો પડશે. ગુરૂવારે પાણીકાપ રહ્યાં બાદ શુક્રવારે આ વિસ્તારનો લોકોને રાબુતે મુજબ પાણી આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ગઢડા વિવાદ સુરત પહોંચ્યો: હરિભક્તોએ SP સ્વામીને હટાવવા સુરત કલેક્ટરને આવેદન આપ્યું
શહેરના આ વિસ્તારમાં પાણી કાપ
જાસપુર 400 એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ક્લિયર વોટર પંપ હાઉસના પંપ મોટર સેટની હેડર લાઇન પર ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટરો ઇનસ્ટોલ કરવા 6 કલાક સુધી શટડાઉન કરવામાં આવશે. જેના કારણે ગુરુવારે સાંજે શહેરના ચાંદખેડા, સાબરમતી, મોટેરા, વેજલપુર, ન્યુ રાણીપ, ગોતા, ઘાટલોડિયા, રાણીપ, વેજલપુર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, સરખેજ, બોડકદેવ, જોધપુર, વાડજ, નવાવાડજ સહિતના વિસ્તારમાં પશ્ચિમ વિસ્તારમાં સાંજે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.
પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનના તમામ વિસ્તારમાં સાંજે પાણી આવશે નહિ. બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે પાણી પુરવઠો નિયમિત રીતે આપવામાં આવશે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube