ઝી બ્યુરો/અમદાવાદ: કરે કોઈ અને ભરે કોઈ… આ કહેવત તો તમે સાંભળી હશે. પણ અમદાવાદના લોકોને તો આવી હાલાકી વેઠવાનો વારો આવી શકે છે. ઉનાળાના પ્રારંભે જ અમદાવાદના સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના આંશિક વિસ્તારમાં રહેતા લોકોને પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે. અમદાવાદમાં પાણીને લઈને કોઈ સમસ્યા નથી, કે નથી કોઈ સમારકામની કામગીરી. તેમ છતા પાલિકાની લાલિયાવાડીને કારણે લોકોને પાણી કાપ સહન કરવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CNG પંપ સંચાલકોની હડતાલને લઈને મોટા સમાચાર, ગુજરાત સરકાર સાથેની બેઠક બાદ મોટો વળાંક


આ વિશે જાણવા મળી રહ્યું છે કે, મેગાસીટી અમદાવાદમાં આવતીકાલે  પાણી કાપ સર્જાશે. અમદાવાદમાં સમગ્ર ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના આંશિક વિસ્તારમાં પાણી કાપ સર્જાશે. 3 ઝોનના 11 વોર્ડના 31 વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પરથી પાણી પુરવઠો નહીં મળે. થલતેજ, ગોતા, ચાંદલોડિયા, સરખેજ, જોધપુર , વેજલપુર, સોલા, સાયન્સ સીટી, જગતપુર સહિતના વિસ્તારમાં પાણીકારની સૌથી મોટી અસર થશે. 


ચીફ જસ્ટીશ બગડ્યા! મારી કોર્ટ, હું નક્કી કરીશ કે તે કેવી રીતે કામ કરશે: મને આદેશ ન..


મહત્વનું છે કે, 3 માર્ચના સવારે સપ્લાય બાદ સાંજનો સપ્લાય નહીં મળે. 4 માર્ચના રોજ પણ પાણીકાપ મુકાશે. જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વૈષ્ણોદેવી સર્કલ પાસેથી પસાર થતી મેન ટ્રંક લાઈનમાં લીકેજ રીપેરીંગ કરવાનું હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યો છે.