ગીર સોમનાથ : જિલ્લાનાં કોડીનારમાં આવેલી અંબુજા સિમેન્ટ નજીકનાં વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અંબુજા કેમિકલ યાર્ડમાં મોટા પાયે કેમિકલ ઠલવાતું હોવાના કારણે ખેડૂતોનાં કૂવાનાં પાણી લાલ બન્યા છે. તો ખેતીની જમીને ફળદ્રુપતા ગુમાવી હોવાનો ખેડૂતોનો આરોપ છે. ગીર સોમનાથ કોડીનારનાં વડનગર ગામ પાસે આવેલી અંબુજા સિમેન્ટ કંપની નજીકનાં વાડી વિસ્તારોમાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: ગુજરાતમાં અધધ 1961 કેસ, 1405 રિકવર, 7 લોકોનાં નિપજ્યાં મોત


અહીંના ખેડૂતો હાલ અંબુજા કંપનીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ખેડૂતોનાં કહેવા મુજબ ખેડૂતોનાં કુંવાના પાણીનો ધીમે ધીમે કલર બદલાયો છે. હવે કુવાના પાણી એટલા લાલ થઇ ગયા છે કે જોનારને એવું જ લાગે કે કુવો લોહીનો ભરેલો છે. ખેડૂતોના મતે 100 મીટર દૂર અંબુજા કંપનીનું કેમિકલ યાર્ડ છે. આ યાર્ડમાં જથ્થાબંધ રીતે કેમિકલનો સંગ્રહ કરવામાં આવે છે. જે કેમિકલ ધીમે ધીમે જમીનમાં ઉતરી રહ્યું છે. જેના કારણે પાણી કેમિકલ યુક્ત બન્યું છે. આ કારણે આ પાણી પીવા લાયક રહ્યું નથી, પરંતુ ખેતી લાયક પણ રહ્યું નથી. તેમજ પશુ ડોકટરે પણ પાણીનું નીરીક્ષણ કર્યા બાદ આ કેમીકલ યુક્ત પાણી ઢોરને પણ નુકશાની પહોંચાડે તેવો રિપોર્ટ આપ્યો છે.


[[{"fid":"316063","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ગીરસોમનાથમાંથી લાલ પાણી મળી આવ્યું)


AHMEDABAD: પત્નીને બીજા યુવક સાથે રંગરેલીયા મનાવતા જોઇ ગયેલા પતિએ કહ્યું આપણે સાથે...


અંબુજા નજીક ખેતી ધરાવતા ખેડૂતની  પાણીની જ સમસ્યા છે તેવું નથી પરંતુ કંપનીમાંથી સતત સિમેન્ટની ડસ્ટ પણ ખેતરમાં ઉડતી હોવાના કારણે ખેતીનો પાક પણ નાશ પામી રહ્યો છે. અનેક વખત સરકારમાં રજુઆત કરવામાં આવી છે. પરંતુ ખેડૂતોની માંગ આજદિન સુધી સંતોષાય નથી. ખેડૂતોનું કહેવું છે કે, કંપની અમારી જમીન રાખી લે તો અમે અહીંથી સ્થળાંતર કરીએ. અંબુજા કંપની સામે અનેક વખત ખેડૂતોએ બાયો ચઢાવી છે. પરંતુ કંપની કેટલાક ખેડૂતોને ખરીદી લે છે. જીપીસીબીનો રિપોર્ટ ખરીદી લે છે. 


બાપુનગર PSI એ કહ્યું ચોરને બુટલેગરને પકડીશું તો અમારા હપ્તા કોણ આપશે? હપ્તા છેક CM સુધી જાય છે


દરેક વખતે આ રિપોર્ટ અંબુજાની ફેવરમાં આવતો હોવાનો પણ ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે  સરકાર, સ્થાનીક વહીવટી તંત્ર કે સાંસદ કે ધારાસભ્યને અનેક વખત લેખીત અને મૌખિક રજુઆતો કરેલ છે પરંતુ બધા જ વહીવટીયાઓ વહીવટ કરી ચાલ્યા જાય છે, ત્યારે ખેડુતોને આત્મહત્યા કરવાનો વારો આવશે તેવુ સ્થાનીક ખેડુતોએ જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube