મૌલિક ધામેચા/અમદાવાદ :આજે પીએમ મોદી(Narendra Modi) નો જન્મદિવસ (Happy Birthday PM) છે, અને તેમણે ગુજરાતમાં નર્મદા નદી (Narmada Dam)ના વધામણા કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ત્યારે આ પ્રસંગે અમદાવાદીઓને મોટી ગિફ્ટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી નદી (Sabarmati River)માં વોટર રાઈડ (Water Sports) શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 69માં જન્મદિવસે (PM Modi Live) અમદાવાદના નાગરિકોને વોટર રાઈડ (water Rides) એક્ટિવિટીની ભેટ મળી છે.  


પીએમ મોદી માતાના મળવા પહોંચ્યા, હિરાબાએ દીકરાને વ્હાલથી પૂરણપોળી-દાળ-શાક ખવડાવ્યા  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખાલી કરવામાં આવેલી સાબરમતી નદી સહિત શહેરના જળાશયો ચોમાસામાં ભારે વરસાદ બાદ પાણીથી છલોછલ છે. નર્મદા નદી પણ ૧૩૮ મીટરની સપાટીએ છે. જેના વધામણાં કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે. તો બીજી તરફ રાજ્યકક્ષાએ પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીના આદેશ અપાયા હતા. જે અંતર્ગત વિવિધ શહેરોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ અંતર્ગત અમદાવાદમાં ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ પર ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાબરમતી નદીમાં સ્કૂબા ડાઇવિંગ અને એરબોટ સાથે જેટસ્કીની રાઈડ શરૂ કરવામાં આવી હતી.


કેવડીયા : PM નર્મદા ડેમ નિહાળી રહ્યા હતા, ત્યારે બંદોબસ્તમાં હાજર PSIએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી


બીજી તરફ, આ કાર્યક્રમમાં રિવરફ્રન્ટ ખાતે ફાયર રેસ્ક્યુ ટીમનું દિલધડક ઓપરેશન હાથ ધરાયું હતું. સેલ્ફી લેતા 4 યુવકો ડૂબતા રેસ્ક્યુની કામગીરીનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. અત્યાધુનિક જેટ્સકી બોટ અને એરબોટ દ્વારા રેસ્ક્યુનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :