પીએમ મોદી માતાના મળવા પહોંચ્યા, હિરાબાએ દીકરાને વ્હાલથી પૂરણપોળી-દાળ-શાક ખવડાવ્યા

નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. પીએમનો જન્મદિવસ હોઈ મોટી સંખ્યામાં પ્રશંસકો તેમના બંગલાના બહાર એકઠા થયા હતા. 

પીએમ મોદી માતાના મળવા પહોંચ્યા, હિરાબાએ દીકરાને વ્હાલથી પૂરણપોળી-દાળ-શાક ખવડાવ્યા

ગાંધીનગર :નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. જ્યાં માતા હિરાબાએ વ્હાલપૂર્વક દીકરાને શુદ્ધ ગુજરાતી ભોજન પિરસ્યું હતું. બંનેએ સાથે મળીને ભોજન લીધું હતું પીએમનો જન્મદિવસ હોઈ મોટી સંખ્યામાં પ્રશંસકો તેમના બંગલાના બહાર એકઠા થયા હતા. માતાના આશીર્વાદ બાદ પીએમનો કાફલો રાજભવન તરફ જવા રવાના થયો હતો. 

https://lh3.googleusercontent.com/-SR2hahcAgU8/XYCpA9LunbI/AAAAAAAAJNo/6JgroS8WZJ812BCOxVP6lzh799vR5VVewCK8BGAsYHg/s0/Modi_dinner_with_hiraba2_zee.JPG

આજે સવારે પીએમ હિરાબાને મળવા જવાના હતા, પરંતુ કોઈક કારણોસર તેઓ સીધા જ નર્મદા ડેમ પહોંચ્યા હતા. વડાપ્રધાનનો કાફલો વૃદાંવન બંગલો પર પહોંચી ગયો હતો. પરંતુ પીએમ મોદી નર્મદા ડેમની મુલાકાત બાદ સીધા જ માતાના મળવા પહોંચ્યા હતા. માતા હિરાબા દીકરાનું મોઢું ગળ્યુ કરાવતા હોય છે. પણ ખાસ વાત તો એ છે કે, આજે તેમણે માતા સાથે ભોજન લીધું હતું. માતા હિરાબાને મળીને સૌથી પહેલા પીએમ મોદીએ તેમના આશીર્વાદ લીધા હતા. તેના બાદ બંનેએ સાથે બેસીને ભોજન લીધું હતું. માતા હિરાબાએ દીકરાને દાળ,શાક અને ગળ્યામાં પૂરણપોળી ખવડાવી હતી. ધાર્મિક ગ્રંથ અને રોકડ રૂપિયાનું કવર હીરાબા આશીર્વાદના ભાગરૂપે દીકરા નરેન્દ્રને આપતા હોય છે. દેશનુ સુકાન સંભાળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગિફ્ટ દુનિયાની કોઈ પણ ગિફ્ટ કરતા મહામૂલી હોય છે. ત્યારે આજે હિરાબાએ દીકરા નરેન્દ્રને 501 રૂપિયા ભેટમાં આપ્યા હતા. 

https://lh3.googleusercontent.com/-gtb07m9vAWY/XYCrwcCeS7I/AAAAAAAAJOU/FbdMETX6t7s_WW66AqOmitv6GrvkTmL9ACK8BGAsYHg/s0/PM_meets_Hiraba_Zee.jpg

બંગલાથી બહાર નીકળીને પીએમ મોદી કેટલાક બાળકોને પણ મળ્યા હતા. કેટલાક બાળકો લાંબા સમયથી તેમના ઘરની બહાર રાહ જોઈને ઉભા હતા ત્યારે હિરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદીએ બાળકો સાથે વાત કરી હતી. તેમજ એક બાળકને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. આમ, પોતાના જન્મદિવસ પર માતૃપ્રેમ સાથે તેમનો બાળપ્રેમ પણ દેખાઈ આવ્યો હતો.

આમ, પીએમ હંમેશા પોતાનો જન્મદિવસ માતા સાથે વિતાવતા હોય છે. તેમની માતા પ્રત્યેની લાગણી હંમેશા દેખાતી હોય છે. વર્ષમાં બહુ જ ઓછા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરા બા સાથે થોડો સમય વિતાવતા હોય છે. તેમજ મળીને માતાના ખબરઅંતર પહોંચતા હોય છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાત આવતા હોય છે, ત્યારે માતાને મળવા માટે અચૂક પહોંચી જાય છે. વહેલી સવારે અથવા તો મોડી રાત્રે પણ તેઓ માતાના આર્શીવાદ લેવા પહોંચી ગયા છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news