ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) જિલ્લાના વિછીયા તાલુકાના અનેક ગામને પીવાના પાણી 17 દિવસે વિતરણ કરવામાં આવે અને અનેક ગામમાં પીવાના પાણીનું ખૂબ મોટી સમસ્યા વિછીયા તાલુકાના રેવાણિયા ગામ મોટી લાખાવાડ જેવા અને ગામની અંદર પીવાના પાણીથી લોકો 17 દિવસથી સુધી વંચિત રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકાર (State Government) ના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા (kunwarjibhai Bavaliya) પાણી પુરવઠા વિભાગમાં હોવા છતાં અનેક ગામના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે અને સરકારના ખોટા નેતાઓ વિછીયા તાલુકા ને પિયત માટે પાણીના અનેકવાર ખોટા વચનો આપેલા છે એક તો રાજ્ય સરકાર (State Government) ખોટેખોટી જાહેરાતો કરે કે દરેક ગામને નલ સે જલ યોજના થકી દરેક ઘર સુધી પાણી પહોંચાડવું પરંતુ એકવીસમી સદીની અંદર રેવાણિયા ગામ ની અંદર એક પણ ઘરે પાણી પુરવઠા વિભાગના દ્વારા લોકોને પાણીની પાઈપલાઈન પણ નાખવામાં આવેલી નથી.

નીતિન પટેલે કરી મહત્વની જાહેરાત, રાજ્યના લાખો ખેડૂતો અને પશુપાલકોને થશે લાભ


મંત્રી સાહેબ આ ગામની માંગ ક્યારે કરશો પુરી ? 
આ રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર મંત્રીઓ લોકોને ખોટી રીતે પિયત માટે પાણી પીવા માટે પાણી એવા વચન આપી અનેક વાર પ્રજા પાસેથી મત ની ઉઘરાણી કરી માત્ર ને માત્ર ખોટું રાજકારણ કરી રહ્યા છે. તો આ ગામના લોકોની ઉગ્ર માંગણી છે કે, વહેલામાં વહેલી તકે નલ સે જલ યોજના થકી આ ગામને પાણી પુરૂ પાડવામાં આવે અને એકાંતરા રેવાણિયા અને મોટી લાખાવાડને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે એવી ઉગ્ર માંગ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube