તેજસ દવે/મહેસાણા :ઉનાળાના આગમનથી જ મહેસાણા જિલ્લાના કેટલાક ગામોમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. બહુચરાજી તાલુકાના અંબાલા ગામમાં 20 વર્ષથી પીવાના પાણીની છે. આ સમસ્યા અંગે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પેટનું પાણી પણ હલતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહુચરાજી તાલુકાના છેવાડાના કેટલાક ગામોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. બહુચરાજી તાલુકાના અંબાળા ગામમાં પીવાનું પાણી મૃગજળ સમાન બન્યું છે. અંબાળા ગામની જો વાત કરવામાં આવેતો આ ગામ 3500ની વસ્તી ધરાવે છે અને પંચાયતનો બોર છેલ્લા 8 માસથી લીકેજ હોવાથી તેમજ આ બોરનું પાણી પીવાલાયક ના હોવાથી બંધ હાલતમાં છે. ત્યારે આ ગામના લોકો છેલ્લા 20 વર્ષથી આ બોરનું પાણી પીતા આવ્યા છે, પરંતુ છેલ્લા 8 માસથી આ બોર પણ લિકેજના કારણે બંધ પડ્યો છે. ત્યારે આ ગામ માટે હવે એક માત્ર રસ્તો બચ્યો નર્મદાનું પાણી. જે અઠવાડિયામાં એક વાર મળે છે અને તે પણ અધૂરું. 


‘‘મારા પિતા મને અલગ અલગ રંગોની બિકીની ખરીદવાના સૂચનો આપે છે’’


ત્યારે 3500ની વસ્તી ધરાવતા આ ગામમાં લોકો નર્મદાના પાણીનો સંગ્રહ કરી એક અઠવાડિયા સુધી પાણી પીવા મજબૂર બન્યા છે. જો અઠવાડિયા માં પીવાનું પાણી ખૂટે તો 15 કિલોમીટર દૂર બહુચરાજી અથવા શંખલપુર મિનરલ વોટર પ્લાન્ટની બોટલ લાવવી પડે છે. અહીં તમને જાણી ને નવાઈ લાગશે કે, આ ગામમાં પીવાનું પાણી તો ઠીક પણ વપરાશનું પાણી પણ પંચાયતના સંપમાંથી દૂષિત પાણી ભરવા 1 કિમી દૂર જવું પડે છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ ગામમાં પાણી મૃગજળ બન્યું છે. તેમજ પીવાના પાણી માટે નર્મદાનું પાણી દરેક ઘરને અઠવાડિયામાં એક વખત મળે છે. આથી એક અઠવાડિયા સુધી સંગેહ કરેલ વાસી પાણી પીવા લોકો મજબૂર બન્યા છે. લોકો સરકાર પાસે નવુ બોર તેમજ નર્મદાના જરૂરિયાત મુજબનું પાણી માટે આજીજી કરી રહ્યા છે.


સોનાના ભાવમાં મોટો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળે છે 10 ગ્રામ સોનુ 


બહુચરાજીથી 15 કિમી અને પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલ અંબાલા ગામ આમ તો છેલ્લા 20 વર્ષથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. કારણ કે બહુચરાજી તાલુકાના 90 ટકા બોરને ખુદ તંત્રએ લેબ ટેસ્ટમાં ફેલ બતાવ્યા છે. એનો મતલબ કે તંત્ર અજાણ નથી કે આ ગામમાં પાણી પીવા લાયક છે કે નહિ. આથી મોઢેરા ગામમાં નર્મદાનો મુખ્ય જથ્થો એકત્રિત કરી સમગ્ર બહુચરાજી તાલુકામાં પાણી સપ્લાયનું આયોજન કર્યું છે. જેમાં બહુચરાજી બાજુના પટ્ટામાં કાલરી ગામમાં અલગ ક્લસ્ટર બનાવીને બે ઓવરહેડ ટાંકી બનાવતા એ બાજુના ગામોમાં સમસ્યા મહદ અંશે છે, પરંતુ અંબાળા ગામ બાજુમાં સીધું પાણી મોઢેરાથી આપવામાં આવતું હોવાથી પાણી પૂરતું પહોંચતું નથી. આથી અહીં જો નવું ક્લસ્ટર આ બાજુ માં બનાવીને આયોજન કરવામાં આવે તો લોકોને શુદ્ધ પાણી મળી રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. અંબાળા ગામના જાગૃત સરપંચ દ્વારા પાણી પુરવઠા વિભાગમાં વારંવાર બોર ફેલ અંગે તેમજ નર્મદાના પીવાના પાણી માટે રજૂઆતો કરી છે, પણ ઓફિસમાં બેસી મિનરલ વોટરની બોટલો પીનારા અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. 


એક તરફ કોરાનાની મહામારી તો બીજી તરફ પાણીનો કકળાટ... બહુચરાજી તાલુકા અંબાળા ગામના લોકો આ મહામારીમાં અપાયેલ લોકડાઉન વચ્ચે જીવના જોખમે 1 કિલોમીટર દૂર પાણી લેવા મજબુર બન્યા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ ન હલતા હાલમાં આ ગ્રામજનો પાણીની પોકાર કરી પાણી માટે આજીજી કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર