તેજશ મોદી, સુરત : શહેરનાં વરાછા વિસ્તારમાં આવેલ સૂર્યપુર ગરનાળાથી વૈશાલી હેલ્થ સેન્ટર સુધીની 55 વર્ષ જુની પાણીની લાઇન બદલવાની હોવાને કારણે 28 ફેબ્રઆરીનાં દિવસે સેન્ટ્રલ ઝોન સહિત સિંગણપોર, ડુમસ , સુલતાનાબાદ, વેસુ,  ઉમરવાડા, ઉધના, પાંડેસરા, પાર્લે પોઇન્ટ, ડભોલી તેમજ અલથાણ સહિતનાં વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડી શકાશે નહી. આ સંજોગોમાં અસરગ્રસ્ત વિસ્તારનાં લોકોને અગાઉથી પાણીનો સંગ્રહ કરવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે જુની પાઇપલાઇન 1969માં નાખવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સગીરાની પથ્થર બાંધેલી હાલતમાં પાણીમાં તરતી લાશ! ક્રાઇમ પેટ્રોલને ટક્કર આપે એવો હિંમતનગરનો કિસ્સો


આ જુની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ હોવાના કારણે એને બદલવાની ફરજ પડી રહી છે. પાણીની આ લાઇનથી ઉમરવાડા, મગોબ-ડુંભાલ, આંજણા, ભાઠેના, આંજણા ટેનામેન્ટ, ખટોદરા, ઉધના, પાંડેસરા, ભેદવાડ, ઉધના ચીકુવાડી, ઉધના સંઘ, અઠવાગેટ, મજુરા, પાર્લે પોઇન્ટ, ઘોડદોડ રોડ, સીટીલાઇટ, અલથાણ, પનાસ, ભટરા રોડ, ઉધના-મગદલ્લા રોડ, હળપતિ આવાસ, કતારગામ, વેડરોડ, ડભોલી અને સિંગણપોર સહિતનાં અન્ય  વિસ્તારોમાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.


10માના આ વિદ્યાર્થીઓ પર તુટી પડ્યો છે મુસીબતોનો પહાડ, ભણવાને બદલે બેસવું પડશે ઉપવાસ આંદોલન પર


મળતી માહિતી પ્રમાણે આગામી  27મી ફેબુઆરી સવારનાં 11 વાગ્યે પાણીની પાઇપો બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેની કામગીરી 29મી ફેબ્રુઆરીનાં રોજ પૂર્ણ થાય તેવો અંદાજ આંકવામાં આવ્યો છે. જેને પગલે 28મી ફેબ્રુઆરીનાં રોજ ઉક્ત વિસ્તારોમાં પાણી પુરવઠો સપ્લાય કરી શકાશે નહી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા કરો ક્લિક...