સગીરાની પથ્થર બાંધેલી હાલતમાં પાણીમાં તરતી લાશ! ક્રાઇમ પેટ્રોલને ટક્કર આપે એવો હિંમતનગરનો કિસ્સો

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરુવાર બપોરે વીરાવાડા ગામની પીટીસી કોલેજની નજીકમાં યુનીક પ્લોટીંગની પાછળના ભાગે આવેલ ચેકડેમના પાણીમાં સગીરાની લાશ તરતી દેખાતાં ગાંભોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી

Updated By: Feb 25, 2020, 12:23 PM IST
સગીરાની પથ્થર બાંધેલી હાલતમાં પાણીમાં તરતી લાશ! ક્રાઇમ પેટ્રોલને ટક્કર આપે એવો હિંમતનગરનો કિસ્સો

સાબરકાંઠા : હિંમતનગર તાલુકાના વીરાવાડામાં ગુરૂવાર બપોરે ચેકડેમમાં યુવતીની લાશ પાણીમાં તરતી દેખાતાં પોલીસે પાણીમાંથી લાશ બહાર કાઢતાં સગીરાની હત્યા કરીને લાશ પાણીમાં ડૂબાડી દીધી હોવાની આશંકા મજબૂત બની હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગુરુવાર બપોરે વીરાવાડા ગામની પીટીસી કોલેજની નજીકમાં યુનીક પ્લોટીંગની પાછળના ભાગે આવેલ ચેકડેમના પાણીમાં સગીરાની લાશ તરતી દેખાતાં ગાંભોઇ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એફએસએલ તથા ડોગ સ્કવોડની મદદ લેવાઇ હતી.

10માના આ વિદ્યાર્થીઓ પર તુટી પડ્યો છે મુસીબતોનો પહાડ, ભણવાને બદલે બેસવું પડશે ઉપવાસ આંદોલન પર

હવે માહિતી મળી છે કે વીરાવાડાના ચેકડેમેના પાણીમાંથી મળી આવેલી સગીરાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. સગીરાના પેટના ભાગે સુતરની દોરી બાંધેલી હતી અને પાણીમાં લાશ નીચેથી મોટો પથ્થર પણ મળ્યો હતો. 
ગાંભોઈ પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું  અને બી.જે. મેડિકલમાંથી મળી આવેલા રિપોર્ટમાં સગીરાનું ગળું દબાવી હત્યા કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે અજાણી સગીરાની લાશની ઓળખ વિધિ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલામાં ગાંભોઈ પોલીસે અજાણી સગીરાની હત્યા કરી અજાણ્યા ઇસમોએ હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube