મોરબીમાં નર્મદાની કેનાલમાંથી પાણી ચોરી કરનારાઓ સામે તંત્રની લાલ આંખ
ગેરકાયદે ગેઇટ ખોલીને કે પછી બક્નળી મારફતે કેનાલમાંથી પાણી લેવામાં આવતું હોય તો તે ગેરકાયદે પ્રવૃતિને નર્મદા નિગમના અધિકારીઓ અટકાવી રહ્યા છે.
હિમાંશુ ભટ્ટ/મોરબી: ખેડૂતો ખેતરોમાં ઉભેલા તેના પાકને બચાવી શકે તે માટે સરકાર દ્વારા નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે જો કે, ઘણી જગ્યાઓએ મહામુલી નર્મદાના નીરનો વેડફત કરવામાં આવતો હોવાથી મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલોમાંથી પાણીનો બગાડ રોકવા માટે નર્મદા નિગમ દ્વારા ખાસ ટીમો બનાવીને રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ જગ્યાએ ગેરકાયદે ગેઇટ ખોલીને કે પછી બક્નળી મારફતે કેનાલમાંથી પાણી લેવામાં આવતું હોય તો તે ગેરકાયદે પ્રવૃતિને નર્મદા નિગમના અધિકારીઓ અટકાવી રહ્યા છે.
કેનાલમાંથી પાણીની ચોરી ના થાય તે માટે તંત્રએ ટીમ બનાવી
મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી પીવાના અને સિચાઈ માટેના પાણીનો પ્રશ્ન અત્યારથી જ ઉભા થવા લાગ્યા છે જો કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો સિચાઈ માટે પાણી મેળવી શકે તે માટે નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે. દરમ્યાન મોરબી જીલ્લામાં આવતી નર્મદાની માળિયા અને મચ્છુ કેનાલમાં છેવાડા સુધી નર્મદાનું પાણી પહોચી રહ્યું છે. પરંતુ નર્મદાના મહામુલી પાણીનો બગાડ ન થાય તે માટે હાલમાં ખાસ ટીમો દ્વારા નર્મદાની કેનાલો ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
[[{"fid":"182655","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Narmada-Canal-Morbi","field_file_image_title_text[und][0][value]":"Narmada-Canal-Morbi"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Narmada-Canal-Morbi","field_file_image_title_text[und][0][value]":"Narmada-Canal-Morbi"}},"link_text":false,"attributes":{"alt":"Narmada-Canal-Morbi","title":"Narmada-Canal-Morbi","class":"media-element file-default","data-delta":"1"}}]]
હથિયારધારી એસ.આર.પી સાથે થશે પેટ્રોલિંગ
નર્મદાની મોરબી જીલ્લામાં આવતી ત્રણેય કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે જો કે, ધ્રાંગધ્રા કેનાલમાં પાણી ઉપરના ભાગમાં વધુ ખેચી લેવામાં આવતું હોવાથી છેવાડા સુધી પાણી પહોચતું નથી પરંતુ માળિયા અને મચ્છુ કેનાલમાં વહેતા પાણીનો વધુમાં વધુ ખેડૂતો સિચાઈ માટે લાભ લઇ શકે તે માટે નર્મદા નિગમ અને જી.ડબ્લ્યુ.આઈ.એલ.ના અધિકારીઓ દ્વારા હથિયારધારી એસઆરપીને સાથે રાખીને કેનાલ ઉપર રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ કરી રહ્યા છે ખાસ કરીને અધિકારીઓને હાલમાં ગેરકાયદે ખોલી નાખવામાં આવતા કેનાલના ગેઇટ બંધ કરવા માટેની તેમજ કોઇપણ જગ્યાએ કેનાલમાં બક્નળી મુકીને નદી, તળાવ કે પછી પાણીનો સંગ્રહ કરી શકાય તેવા ખાડાઓ ભરવા માટેની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય તો તે તાત્કાલિક અસરથી બંધ કરાવવા માટેની સુચના દેવામાં આવી છે
બકનળી મારફતે ખેચાય છે પાણી
ચાલુ વર્ષે મેઘરાજાએ મન મુકીને મોરબી જીલ્લા ઉપર કૃપા કરી નથી જેથી સ્થનિક જળાશયો ખાલી પડ્યા છે માટે મોરબીના મચ્છુ-૨ ડેમ સુધી આવતી નર્મદાની મચ્છુ કેનાલ સહિતની કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે જેમાંથી ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે ડીઝલ મશીન મારફતે પાણી ઉપાડી શકે છે તેને કોઈ અધિકારી ડીસ્ટર્બ કરતા નથી પરંતુ કેટલાક લોકો પાણી ઓછુ છે તે સારી રીતે જાણતા હોવા છતાં નર્મદાના પાણીનો બગાડ થાય તેવી રીતે બક્નળી મુકીને પાણી ખેચે છે અને જરૂર ન હોય તો પણ બક્નળી બંધ કરતા નથી અથવા તો તેના મારફતે નદી. તળાવ કે ખાડામાં પાણી ભારે છે જેથી આ પ્રવૃત્તિ બંધ કરવા રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યું છે
[[{"fid":"182657","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Narmada-Canal-Morbi","field_file_image_title_text[und][0][value]":"Narmada-Canal-Morbi-1"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Narmada-Canal-Morbi","field_file_image_title_text[und][0][value]":"Narmada-Canal-Morbi-1"}},"link_text":false,"attributes":{"alt":"Narmada-Canal-Morbi","title":"Narmada-Canal-Morbi-1","class":"media-element file-default","data-delta":"2"}}]]
નર્મદાની કેનાલનું પાણી માત્રા ખેડૂતો માટે
સરકારની સ્પષ્ટ સુચના છે કે કેનાલમાં હાલમાં છોડવામાં આવેલ નર્મદાનું પાણી માત્રને માત્ર સિચાઈ અને પીવાના પાણી માટે જ ઉપયોગમાં લેવાનું છે તો પણ યેનકેન પ્રકારે કેનાલમાં પાઈપ મુકીને નર્મદાના મહામુલી પાણીનો તળાવો ભરવા માટે તેમજ ઓદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે હકીકત છે આવા સમયે વડી કચેરી તરફથી મળેલી સુચના પછી મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણેય કેનાલ ઉપર પેટ્રોલિંગ કરવા માટે કાર્યરત કરવામાં આવેલ ટીમો નર્મદા કેટલું પાણી બચાવી શકે છે તે તો આગામી સમય જ બતાવશે.