અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગરમી અને ઉકળાટથી બફારા બાદ શનિવારે મેઘરાજાની મહેર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે બંગાળની ખાડીમાં દબાણ સર્જાતા રાજ્યમાં સારો વરસાદ લાવી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. તો શનિવારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 17 જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- સુરત: ખિસ્સામાં મુકેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, આધેડે જાહેરમાં પેન્ટ ઉતાર્યું


ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુર, ડીસા, અંબાજી, સાબરકાંઠા-અરવલ્લી તેમજ મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. મધ્ય ગુજરાતમાં દાહોદ, લીમખેડા, ફતેપુરા, સંજેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગોંડલ, ભાવનગરના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો.


વધુમાં વાંચો:- NEET અને JEE જેવી પરીક્ષામાં ઉતીર્ણ થઇને સુરતની સ્તુતિએ મેળવી અનોખી સિદ્ધિ


મધ્ય ગુજરાતના ઝાલોદ અને દાહોદ પંથકમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ અગાઉ વાયુની અસરના કારણે જે વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, ત્યાં ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી તેવા વિસ્તારોમાં ફરી વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી છાટાં પડ્યાં હતાં.


વધુમાં વાંચો:- આ ખેડૂત પુત્રએ બોરવેલમાં પડેલા બાળકને જીવિત બહાર કાઢે તેવો ‘રોબોટ’ બનાવ્યો


3 દિવસ સુધી વરસાદની આગાહી
ચાલુ વર્ષે ચોમાસું કોંકણ સુધી પહોંચ્યુ છે અને બંગાળની ખાડીમાં હાલ દબાણ સર્જાયું છે. જેને લઇ રાજ્યમાં સારો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...