આ ખેડૂત પુત્રએ બોરવેલમાં પડેલા બાળકને જીવિત બહાર કાઢે તેવો ‘રોબોટ’ બનાવ્યો
રાજુલાના ગરીબ ખેડૂતના ઈજનેર દીકરાએ આધુનિક ટેક્નિક અને પોતાની સુજ બૂજથી બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. નાના એવા રાજુલામાં ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. અને પોતાના સેલ ફોનથી ગમે તેવા ઊંડા બોરવેલ અંદર ખાબકેલ બાળકને રોબોટની મદદ વડે બહાર કાઢી શકાય તેમ છે જે ટેક્નિક અતિ આધુનિક છે. અને આ મહેશ આહીર નામના ઇન્જેરે રાજુલામાં રહી પોતાની કોઠા સુજથી વિકસાવી છે.
Trending Photos
કેતન બગડા/અમરેલી: રાજુલાના ગરીબ ખેડૂતના ઈજનેર દીકરાએ આધુનિક ટેક્નિક અને પોતાની સુજ બૂજથી બોરવેલ માંથી બાળકને જીવિત બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. નાના એવા રાજુલામાં ખેતી કરતા આ યુવાને ઈજનેરનો અભ્યાસ કર્યો છે. અને પોતાના સેલ ફોનથી ગમે તેવા ઊંડા બોરવેલ અંદર ખાબકેલ બાળકને રોબોટની મદદ વડે બહાર કાઢી શકાય તેમ છે જે ટેક્નિક અતિ આધુનિક છે. અને આ મહેશ આહીર નામના ઇન્જેરે રાજુલામાં રહી પોતાની કોઠા સુજથી વિકસાવી છે.
રાજુલામાં રહી નાની એવી ખેતી ધરાવતા ઉકા ભાઈ આહીરના દીકરા મહેશ આહીરે આધુનિક રોબોટ બનાવી સૌને અચંબામાં મૂકી દીધા છે. વ્યવસાયે ખેતી કરી મહેશ હાલ ઈજનેર બન્યો છે. અને મહેશ આહીર દ્વારા આ રોબોટની શોધ થઈ છે. ત્યારે મહેશના જણાવ્યા મુજબ તે સતત મીડિયામાં જોતે હતો કે બાળક બોરવેલમાં અજાણતા પડી જાય તો બાર-બાર કલાકના રેસ્કયુ બાદ પણ તેને બોરવેલમાંથી જીવિત બહાર નથી કાઢી શકાતું જેથી તમેને પોતાની સુજ બૂજથી અતિ આધુનિક બોરવેલ રોબોટ વિકસાવ્યો છે. જે પોતાના ફોનથી સંપૂર્ણ ઓપરેટ થાય છે અને ચેક બોરવેલના તળિયા સુધી તેમાં ચોખ્ખું જોઈ શકાય છે. અને બાળકની હલન ચલનની મૂંવમેન્ટના આધારે બાળકને બોરવેલમાંથી સેફ રીતે રેસ્કયુ તુરંત કરી શકાયનું મહેશ જણાવે છે.
અમદાવાદ: નહેરુનગર BRTS બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
મહેશ આહીરનાં પિતા સામાન્ય ખેડૂત છે અને મહેશને તેમને ખેતી કરતા કરતા ઈજનેર બનાવ્યો છે. જેથી તેમને ગૌરવ છે ત્યારે મહેશના પિતા ઉકા ભાઈ જણાવે છે કે, મહેશને અતિ શોખ હતો અને તેણે દિવસ રાત મહેનત કરી આ બોરવેલમાંથી સેફ રીતે બાળકને બહાર કાઢી શકાય તેવો રોબોટ વિકસાવ્યો છે. જેમાં દિવસ રાત તેમણે મહેનત કરી છે જે રોબોટથી બાળકને આરામથી બહાર કાઢી શકાય છે.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત ધીમે ધારે શરૂ થયો વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
રાજુલાના યુવક મહેશને જેણે દિવસ રાત્રી મદદ કરી છે. તે સંજય મકવાણા આ ઈજનેર મહેશ આહીરનો મિત્ર છે અને તે જણાવે છે કે, આ મીડિયામાં અમે નિહાળતા અને રોજ બરોજ બોરવેલમાં બાળકો પડી જતાની ઘટના બનતી જેથી મહેશ દ્વારા તેમની ટેક્નિકથી ઓક્સિજન મળે બોરવેલમાં સાથે સાથે બોરવેલમાં પડેલ બાળક આડુ કે ઊંધું હોય તો પણ આ રોબોટ સિદ્ધુ કરી તેને બહાર ખેંચી લાવે તેવી ક્ષમતા ધરાવે છે.
રાજુલાના ધારાસભ્યને મહેશ અને તેમના પરિવાર દ્વારા રજુઆત આ રોબોટ અંગે કરવામાં આવી જેથી રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સમગ્ર ડેમો જોવામાં આવ્યો હતો. અને બાદમાં શ્રી ડેર દ્વારા હાલ આ અંગે સરકારશ્રી માં રજૂઆત લેખિત અને મૌખિક કરી આ મહેશને પ્રોત્સાહિત કરશે અને તેની સરકારમાં પેટન મંજુર કરાવશે તેવું જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે