Gujarat Monsoon 2023: ગુજરાતના હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી 4 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં પડશે ધોધમાર વરસાદ પડશે. આ સિવાય આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં અતિભારે વરસાદ થશે. જ્યારે સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વેલ માર્ક એરિયા સક્રિય છે. સાથે જ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં રેડ એલર્ટ છે. 17 અને 18 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં દાદા દેખાડશે ભાજપનો 'પાવર'! 3 દિવસ CM ભૂપેન્દ્ર પટેલ કોટામાં ગજવશે સભા


અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં પશ્ચિમી સિસ્ટમ સક્રિય હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બનશે. જેના કારણે દાહોદમાં આજે 12 ઇંચથી વધુ વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર નર્મદામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ સિવાય સુરત, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદ રહેશે.


કોંગ્રેસના ધારાસભ્યને ફફડાટ : કાયદો અમલમાં આવતા મારા પણ રામ રમાઇ જશે, કેમ લાગ્યો ડર


આવતીકાલે (17 સપ્ટેમ્બર) નર્મદા દાહોદ, અરવલ્લીમા અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘો તરબોડ થવાનો છે, જેના કારણે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 18 સપ્ટેમ્બરે પાટણ, મહેસાણામા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 


ગુજરાતના આ 3 જિલ્લામાં ભુક્કા બોલાવી દેશે વરસાદ, હવામાન વિભાગે આપી નવી ચેતવણી


19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તે જ દિવસે મહેસાણા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ પડી શકે છે. કચ્છમાં પાંચમા દિવસે ભારે વરસાદ રહેશે. છોટાઉદેપુરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને કોતરમાં નીર આવ્યા છે. નાની ભોરદલી ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. 


100 કિમી દૂર તરતા મૃતદેહો, 20 હજાર લોકોના મોતની આશંકા, હવે રોગચાળાનો ભય


ભોરદલી ખડકવાડા વચ્ચે રસ્તા બંધ થયો છે. કોઝ-વે પરથી નદીઓ વહેતી દેખાઈ છે. બીજી બાજુ, પંચમહાલના મોરવા હડફમાં મેઘરાજાનું આગમન થયું છે. જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય પંથકમાં વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મોરવા હડફના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે.


આમાંથી એક પણ છોડ ઘરના મુખ્ય દરવાજા પર લગાવી દો, દિવસ-રાત ઘરમાં રૂપિયાની થશે રેલમછેલ


ઉલ્લેખનીય છે કે, આજે સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં વરસાદથી સતત થઇ રહેલી પાણીની આવકના કારણે ડેમના દરવાજા ખોલાયા છે. તેવામાં ડભોઈ તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં અલર્ટ જાહેર કરાયું છે. યાત્રાધામ ચાંદોદ, કરનાળી,ભીમપુરા, નંદેરીયા, સહિતના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદીની જળસપાટી વધી રહી છે.