રાજસ્થાનમાં દાદા દેખાડશે ભાજપનો 'પાવર'! જાણો આગામી ત્રણ દિવસ CM ભૂપેન્દ્ર પટેલનો શું છે કાર્યક્રમ?
Rajasthan Election: રાજસ્થાનમાં ફરીથી સત્તા મેળવવા માટે ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે આ માટે જુદા જુદા રાજ્યોમાંથી નેતાઓને પ્રચાર માટે બોલાવવામાં આવશે. આમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ નામ છે. ત્યારે આવતીકાલથી મુખ્યમંત્રી રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા છે.
Trending Photos
Gujarat Politics: રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે રાજસ્થાનમાં ભાજપ કોઈ કસર છોડવા માંગતી નથી, ત્યારે બંને પક્ષો ચૂંટણીના પ્રચાર માટે પોતાના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારીને તમામ તાકાત લગાવી દીધી છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. 17 સપ્ટેમ્બરે (આવતીકાલ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજસ્થાન જવાના છે. ભૂપેન્દ્ર પટેલ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે 17,18 અને 19 તારીખે કોટામાં સભાઓ ગજવશે.
રાજસ્થાનમાં ફરીથી સત્તા મેળવવા માટે ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. ભાજપે જુદા જુદા રાજ્યોમાંથી નેતાઓને પ્રચાર માટે બોલાવવામાં આવશે. આમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પણ નામ છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.
શું છે ભૂપેન્દ્ર પટેલનો રાજસ્થાનમાં કાર્યક્રમ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલથી 3 દિવસ રાજસ્થાન પ્રવાસ પર જશે. 17, 18 અને 19 સપ્ટેમ્બર દરમિયાન તેઓ કોટા વિધાનસભા વિસ્તારમાં સભાઓ ગજવશે અને ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેશે. ખાસ વાત એ છે કે આ પહેલા ગુજરાત ભાજપના 50થી વધુ નેતાઓ અને ધારાસભ્યો રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે જઈ ચૂક્યા છે. ખાસ તો ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની રાજસ્થાનના સહ ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી બંને પક્ષો કમર કસી રહ્યા છે. ભાજપ સ્થાનિક નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે અને રાજસ્થાનની ગેહલોત સરકારને ઘેરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ પણ કોઈ કચાશ રાખવા માંગતી નથી, કોંગ્રેસ તરફથી સીએમ અશોક ગેહલોત સહિત કોંગ્રેસના ટોચના નેતાઓ અને રાજ્ય સ્તરના નેતાઓ રાજ્યમાં કોંગ્રેસ સરકારને રિપીટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આજે વિધાનસભાના ચોમાસું સત્રનો છેલ્લો દિવસ
હાલ ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આજે ચોમાસું સત્રનો ચોથો દિવસ છે. આજનું સત્ર પત્યા બાદ આવતીકાલથી મુખ્યમંત્રી રાજસ્થાનમાં પ્રચારની જવાબદારી સંભાળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે