ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં મોસમમાં બદલાવ નજર આવવા લાગ્યો છે. રાતમાં હળવી ઠંડી, તો દિવસે તડકો પરેશાન કરી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસા (gujarat rain) ની વિદાય થઈ ગઈ છે. આગામી સપ્તાહ સુધી ગુજરાતમાંથી ચોમાસુ એકદમ ગાયબ થઈ જશે. તેના બાદ મોસમમાં તેજીથી પરિવર્તન નજર આવવા લાગશે અને તાપમાનનો પારો ગગડવા માંડશે. હાલ દિવસે હળવી ગરમી અને રાતમાં ઠંડી (winter) ની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે આજે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગ (weather update) ની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં માવઠાની આગાહી 
આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામા આવી છે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે. દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ બાદ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં વધારો-ઘટાડો થશે. 


આ પણ વાંચો : 80 વર્ષની ઢળતી ઉંમરે દાદાને જવાની ચઢી, બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા, પત્નીએ હેલ્પલાઈનમાં મદદ માંગી


બેવડી ઋતુ રોગચાળો લાવશે
વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમી બાદ હવે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો બેવડી ઋતુને કારણે રાજ્યમાં રોગચાળો પણ વધ્યો છે. સામાન્ય રીતે જ્યારે મોન્સૂન પાછળ હટે છે, જો સાફ આકાશની સ્થિતિની સાથે સાથે હવાની પેટર્નમાં પણ બદલાવ થાય છે. તાપમાનમાં વધારો થતો જાય છે.