80 વર્ષની ઢળતી ઉંમરે દાદાને જવાની ચઢી, બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા, પત્નીએ હેલ્પલાઈનમાં મદદ માંગી 

આજની જનરેશન ડ્રગ્સ, નશો, સેક્સના રવાડે ચઢી છે. ત્યારે અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 80 વર્ષના દાદાને જવાની ચઢી હતી. બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા હતા. જેથી કંટાળેલી વૃદ્ધ પત્નીએ હેલ્પલાઈનની મદદ માંગી હતી. ઢળતી ઉંમરે દાદાને પાકેલા આ શોખ જાણીને અભયમની ટીમ પણ ચોંકી ઉઠી હતી, અને તેમનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. અમદાવાદના પોશ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

Updated By: Oct 17, 2021, 09:03 AM IST
80 વર્ષની ઢળતી ઉંમરે દાદાને જવાની ચઢી, બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા, પત્નીએ હેલ્પલાઈનમાં મદદ માંગી 

ઝી મીડિયા/બ્યૂરો :આજની જનરેશન ડ્રગ્સ, નશો, સેક્સના રવાડે ચઢી છે. ત્યારે અમદાવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 80 વર્ષના દાદાને જવાની ચઢી હતી. બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા હતા. જેથી કંટાળેલી વૃદ્ધ પત્નીએ હેલ્પલાઈનની મદદ માંગી હતી. ઢળતી ઉંમરે દાદાને પાકેલા આ શોખ જાણીને અભયમની ટીમ પણ ચોંકી ઉઠી હતી, અને તેમનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. અમદાવાદના પોશ વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.

અભયમની ટીમ પાસેથી મળતી માહિતી અનુસાર, મહિલા હેલ્પલાઈન પર એક મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલા 75 વર્ષીય ધનાઢ્ય પરિવારની મહિલા હતી. મહિલાએ ટીમને ફોન કરીને ફરિયાદ કરી હતી કે, છેલ્લા કેટલાક સમયથી મારા પતિને નશાની ટેવની સાથોસાથ તેઓ બહારથી અલગ અલગ સ્ત્રીને ઘરે બોલાવે છે. આ બાબતે હું વિરોધ કરું તો મારી સાથે ઝઘડો કરે છે. 

આ પણ વાંચો : સ્વામીનારાયણ સંતે પ્રવચનમાં હદ પાર કરી, બિભત્સ રીતે કર્યું માતાજીનું વર્ણન

80 વર્ષીય વૃદ્ધના આ શોખ જાણીને અભયમની ટીમ પણ અવાક રહી ગઈ હતી. પત્નીએ ટીમને આવીને પતિને સમજાવવા કહ્યુ હતું. જેથી અભયમની ટીમ પોશ વિસ્તારના મકાનમાં પહોંચી હતી. જ્યાં તેમણે વૃદ્ધ દાદાનુ કાઉન્સેલિંગ કર્યુ હતું. કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું કે, છેલ્લા કેટલાક સમયથી આ વૃદ્ધ ખરાબ માણસોની સોબતમાં આવી ગયા હતા, તેમની મિત્રતામાં નશાના રવાડે ચઢ્યા હતા. બાદમાં વૃદ્ધે તેમની પત્ની સામે નશો કરવાનુ શરૂ કર્યું હતું. એટલુ જ નહિ, નશામાં ધૂત થઈને તેઓ રોજ પત્ની સાથે ઝધડો કરતા હતા. અંતે કંટાળીને વૃદ્ધાએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી. 

અભયમની ટીમે વૃદ્ધનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેમણે સમજાવ્યુ હતું કે, ળતી ઉંમરે આવા વર્તનથી સમાજ-પરિવાર પર અસર પડતી હોય છે. જેથી વૃદ્ધે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે વૃદ્ધને આ ખરાબ આદતો છોડીને શાંતિથી જીવન જીવવાની સલાહ આપી હતી. તો વૃદ્ધને પોતાની ભૂલ સમજાતા તેમણે આ કુટેવો છોડવાનું વચન આપ્યુ હતું.