ગુજરાતને વધુ એક વંદેભારત ટ્રેનની ભેટ, મુસાફરો વધતા આ રુટ પર દોડશે ટ્રેન
Vande Bharat Train : અમદાવાદ-મુંબઈ વચ્ચે દરરોજ 30 હજાર લોકો મુસાફરી કરે છે. આવામાં 20 થી વધુ ટ્રેન હોવા છતા વેઈટિંગ લિસ્ટ લાંબુલચક જોવા મળે છે. તેથી મુસાફરોની વધતી સંખ્યાથી વંદે ભારત ટ્રેન શરૂ કરી શકાય છે
Train Update : ગુજરાતને વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. એક વર્ષ કરતા ઓછા સમયમાં વંદેભારત ટ્રેનને મળેલા સારા પ્રતિસાદને પગલે આ નિર્ણય લેવાયો છે. હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ કરાશે.
વંદે ભારત ટ્રેનને મળેલા સારા પ્રતિસાદ બાદ અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ એક ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે દરરોજ 30 હજાર લોકો મુસાફરી કરે છે. આવામાં 20 થી વધુ ટ્રેન હોવા છતા વેઈટિંગ લિસ્ટ લાંબુલચક જોવા મળે છે. તેથી મુસાફરોની વધતી સંખ્યાથી વંદે ભારત ટ્રેન શરૂ કરી શકાય છે. દિવાળી સુધીમાં નવી ટ્રેન શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે.
અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતના વાતાવરણમાં મોટા ગરબડ ગોટાળા, પહેલીવાર ચોમાસાની પેટર્ન બદલાઈ
અમદાવાદ મુંબઈ વચ્ચે મુસાફરોની સૌથી વધુ અવરજવર હોય છે. આ રુટની ટ્રેનોમાં સૌથી વધુ વેઈટિંગ જોવા મળતુ હોય છે. ખાસ કરીને વંદે ભારત ટ્રેન, મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર, શતાબ્દી એક્સપ્રેસ જેવી સુપરફાસ્ટ અને એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોનો ધસારો વધારે રહે છે. પરંતુ જ્યારથી વંદે ભારત ટ્રેન લોન્ચ થઈ છે, ત્યારથી મુસાફરો આ ટ્રેન પર ડાયવર્ટ થયા છે. લોકોની પહેલી પસંદગી વંદે ભારત ટ્રેન બની છે. તેથી આ પ્રતિસાદને જોતા જ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ એક વંદેભારત ટ્રેન શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. જો બધુ સમુસૂતરુ પાર પડ્યુ તો દિવાળી સુધી ટ્રેન શરૂ થઈ જશે.
UK સરકારે ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો મોટો ઝટકો, દેશમાં એન્ટ્રી પર મૂક્યો આ રીતે કાપ
વંદેભારતની આ ટ્રેન ગાંધીનગરથી બપોરે 2.05 કલાકે અમદાવાદથી નીકળીને રાતે 8.25 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તમને જણાવી દઈએ કે, આગામી 4 સપ્ટેમ્બર સુધી વંદે ભારત ટ્રેનમાં 73 જેટલુ વેઈટિંગ છે.
Shravan : અલગ-અલગ મનોકામના માટે શિવલિંગ પર ચઢાવો અલગ-અલગ વસ્તુઓ, ઈચ્છાપ્રાપ્તિ થશે