ભારે વરસાદને પગલે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, અમદાવાદ-મુંબઈ ટ્રેનો પ્રભાવિત
મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી તમામ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી રહી છે, જેમાંથી કેટલીક ટ્રેનોને વરસાદના કારણે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી છે તો કેટલીક ટ્રેનો રદ્દ કરી દેવાઈ છે
ગૌરવ પટેલ/ અમદાવાદઃ મુંબઈથી અમદાવાદ તરફ આવી રહેલી તમામ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી રહી છે, જેમાંથી કેટલીક ટ્રેનોને વરસાદના કારણે વડોદરા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી છે તો કેટલીક ટ્રેનો રદ્દ કરી દેવાઈ છે. કર્ણાવતી એક્સપ્રેસ ત્રણ કલાક મોડી ચાલી રહી છે તો ડબલ ડેકર એક્સપ્રેસને અમદાવાથી બોરીવલી સુધી જ દોડાવાઈ રહી છે. ડબલ ડેકરનો બોરીવલીથી મુંબઈ સુધીનો રૂટ અસ્થાયી સમય માટે રદ્દ કરી દેવાયો છે.
વડોદરામાં ગુરૂવારે પડેલા ભારે વરસાદના કારણે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પાણી ભરાઈ ગયાં છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને વાપીમાં પડી રહેલા વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા 10થી વધુ ટ્રેન રદ કરાઈ છે, 3 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એક ટ્રેનને આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદી આફતઃ 108 ગામમાં વીજ પુરવઠાને અસર, 110 માર્ગ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા રદ્દ કરાયેલી ટ્રેન
- 79455 વડોદરાથી છોટાઉદેપુર
- 79456 છોટાઉદેપુરથી વડોદરા
- 69118 દાહોદથી વડોદરા
- 69119 વડોદરાથી દાહોદ
- 69121 વડોદરાથી ગોધરા
- 59442 અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ
- 69117 વડોદરાથી દાહોદ
- 59550 અમદાવાદથી વડોદરા
- 69114 & 69107 વડોદરાથી અમદાવાદ
- 59050 વિરમગામથી વલસાડને આંશિક રદ્દ કરાઈ. ટ્રેન આણંદ રોકી દેવાઈ છે અને આણંદથી વલસાડ સુધીની રદ્દ કરાઈ છે.
- 19115 દાદર-ભૂજ એક્સપ્રેસ
- 12927 વડોદરા એક્સપ્રેસ
વડોદરામાં આફતનો વરસાદ: 4000થી વધુ લોકોનું સ્થળાંતર, 6 વ્યક્તિના મોત
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....