સ્માર્ટ સિટી એટલે શું સોનાના રોડ હોય? પાણી તો ભરાય, પાણી સમિતીના ચેરમેન પાણીમાં બેસી ગયા
અમદાવાદમાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા. જોકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે યોજેલી પત્રકાર પરિષદમાં વરસાદ સમયે સ્માર્ટ સીટી એવા અમદાવાદની આવી બદતર હાલત કેમ થાય છે એ પ્રશ્ન પૂછવામાં આવતા વોટર કમિટીના ચેરમેન જતીન પટેલનો બફાટ સામે આવ્યો. તેઓએ જણાવ્યું કે સ્માર્ટ સિટીનો મતલબ એ નથી કે સોનાના રોડ હોય. જોકે અમદાવાદની કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી જનતાને સોનાના રોડ નહિ પણ મુશ્કેલી ન પડે તેવા રોડ જોઈએ એ આ નેતાઓએ સમજવું પડશે.
મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદમાં પડેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા. જોકે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે યોજેલી પત્રકાર પરિષદમાં વરસાદ સમયે સ્માર્ટ સીટી એવા અમદાવાદની આવી બદતર હાલત કેમ થાય છે એ પ્રશ્ન પૂછવામાં આવતા વોટર કમિટીના ચેરમેન જતીન પટેલનો બફાટ સામે આવ્યો. તેઓએ જણાવ્યું કે સ્માર્ટ સિટીનો મતલબ એ નથી કે સોનાના રોડ હોય. જોકે અમદાવાદની કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી જનતાને સોનાના રોડ નહિ પણ મુશ્કેલી ન પડે તેવા રોડ જોઈએ એ આ નેતાઓએ સમજવું પડશે.
ચૂંટણીમાં OBC અને EBC ને પણ અનામત્ત મળવી જોઇએ કે નહી? સરકારે પંચની રચના કરી
અમદાવાદમાં પડેલા વરસાદની વિગતો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું કે શહેરમાં સૌથી વધુ વરસાદ ઉસમાનપુરા વિસ્તારમાં ત્રણ કલાકમાં 9 ઇંચ વરસાદ અને શહેરમાં સરેરાશ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જોકે તેઓએ એવું પણ જણાવ્યું કે હવે ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે. જેથી આખા મહિનાનો વરસાદ માત્ર ત્રણ કલાકમાં પડી જાય છે. વરસાદના કારણે અમદાવાદના મીઠાખળી અન્ડર પાસ, અખબાર નગર અન્ડર પાસ, શાહીબાગ અન્ડરપાસ તબક્કા વાર બંધ કરવાની ફરજ પડી હતી. વાસણા બેરેજના ત્રણ દરવાજા બે ફૂટ જેટલા પાણીની આવકના કારણે ખોલવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ભણવું હોય તો પોતાના ખર્ચે અને પોતાના જોખમે ભણો, 41 બાળકો સહેજમાં બચ્યા
જોકે શહેરમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યા મામલે વોટર કમિટિના ચેરમેન જતીન પટેલએ વિગતો આપતા આપતા બફાટ કરી દીધો હતો. લોકો પાસે કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાના બજેટ વપરાય છે છતાં સ્માર્ટ સિટીની આવી બદતર હાલત કેમ તેવું પૂછતાં તેઓએ જણાવ્યું કે સ્માર્ટ સીટી એટલે શું સમજવાની જરૂર છે. સ્માર્ટ સિટીના 10 અલગ અલગ પેરામીટર છે. સ્માર્ટ સિટીની ડેફીનેશ એ નથી કે સોનાના રોડ હોય. અમદાવાદમાં એકસ્પેક્ટ કરીએ છીએ તેના કરતાં ચાર ગણી વસ્તી દરવર્ષે વધે છે. સાથે જ તેઓએ એમ પણ જણાવી દીધું કે ભારે વરસાદ જ્યારે શહેરમાં પડે છે તે વરસાદના વિરામ બાદ ચાર કલાક પાણી ઉતરતા થાય છે તેનો મતલબ એ પણ થયો કે વરસાદના વિરામ પછી ચાર કલાક તો લોકોએ મુશ્કેલી વેઠવી જ પડશે.
સરકાર ઉત્તર ગુજરાત પર કરશે પૈસાનો વરસાદ, પશુપાલકો થશે માલામાલ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube