જયેશ જોશી, અમદાવાદ: રાજકોટમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. માર્ચ 2023 સુધી તેને પૂરું કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે આ એરપોર્ટ 2534 એકરમાં તૈયાર કરવામાં આવશે. 1800 મુસાફરોની ક્ષમતાવાળા આ એરપોર્ટને રાજકોટ શહેરથી 30 કિલોમીટરના અંતરે બનાવવામાં આવી રહ્યું છે. 1405 કરોડના ખર્ચે બનનાર આ એરપોર્ટના રન-વેને તૈયાર કરવાનું 80 ટકા કામ પૂરું થઈ ગયું છે. એવામાં તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે ગ્રીનફીલ્ડ એરપોર્ટ શું હોય છે અને બીજા એરપોર્ટથી તે કઈ રીતે અલગ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  શું ગલીના છોકરા સાથે ચાલી રહ્યું છે બચ્ચન પરિવારની પુત્રીનું ઈલુઈલુ? સોશિયલ મીડિયા પર ચર્ચા


ગ્રીનફીલ્ડ એરપોર્ટ શું છે?
એક નવી અને અવિકસિત જમીન પર બનાવવામાં આવેલ એરપોર્ટને ગ્રીનફીલ્ડ એરપોર્ટ કહેવામાં આવે છે. તેમાં ગ્રીનફીલ્ડ શબ્દનું કનેક્શન સોફ્ટવેર એન્જિનિયરિંગ સાથે છે. આવા એરપોર્ટને તે જમીન પર બનાવવામાં આવે છે. જેના પર પહેલાં કોઈ કામ કરવામાં આવ્યું ન હોય. તે સિવાય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ વર્તમાનમાં રહેલા એરપોર્ટ પર વધતી ભીડને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ  રામાયણના 'શ્રીરામે' ખરીદી મર્સિડીઝ કાર! તો લોકોએ કહ્યું, પ્રભુ પુષ્પક વિમાનના બદલે આ શું લઈ લીધું!


ગ્રીનફીલ્ડ એરપોર્ટની શું વિશેષતા છે?
સામાન્ય રીતે તે શહેરથી વધારે દૂર હોય છે. અને તે શહેરમાં પહેલાંથી રહેલા એરપોર્ટના ટ્રાફિકને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ એક રીતે સેકંડરી એરપોર્ટ હોય છે. આ બંનેમાં સૌથી મોટો ફરક હોય છે. તેને તૈયાર કરતાં સમયે પર્યાવરણનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આથી તેને ક્યારેય પણ લીલીછમ જમીન પર બનાવવામાં આવતું નથી.

આ પણ વાંચોઃ  Top 5 Indian Horror Web Series: રુંઆટા ઉભા કરી દેશે આ 5 વેબ સીરીઝ, કાચા પોચા લોકો ના કરતા હિંમત


સિવિલ એવિએશનનો રિપોર્ટ શું કહે છે?
કોઈપણ ગ્રીનફીલ્ડ એરપોર્ટને બનાવવા માટે અનેક અલગ-અલગ સરકારી એજન્સીની પરમિશન લેવી પડે છે. કોઈપણ જગ્યાએ તૈયાર થનારા ગ્રીનફીલ્ડ એરપોર્ટ માપદંડોનું પાલન કરે છેકે નહીં તેના પર નજર રાખવાનું કામ સ્ટીયરિંગ કમિટી કરે છે. ગ્રીનફીલ્ડ એરપોર્ટના નિર્માણને રોકવા કે રદ કરવાનો અધિકાર પણ સ્ટીયરિંગ કમિટીની પાસે જ હોય છે. દેશમાં તૈયાર થનારા આવા એરપોર્ટનું નિર્માણ પીપીપી મોડલ એટલે કે પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપ દ્વારા થાય છે.

આ પણ વાંચોઃ  ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતા જ કેમ થઈ જાય છે હીરોનું મોત? અત્યાર સુધી 5 હીરો સહિત 7 લોકોનો લેવાયો છે ભોગ!

આ પણ વાંચોઃ  દિલીપ કુમારનું પાકિસ્તાનનું ઘર જોઈને અક્કલ કામ નહીં કરે, હવે સરકાર અહીં મ્યુઝિયમ બનાવશે

દેશમાં કેટલાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ છે?
1. પશ્વિમ બંગાળના દુર્ગાપુરમાં આવેલ કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ
2. ગોવાના મોપામાં આવેલ મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટ
3. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આવેલ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
4. મહારાષ્ટ્રના શિરડીમાં આવેલ શિરડી ઈન્ટરનેશનલ એરપોર્ટ
5. કર્ણાટકના હસનમાં આવેલ હસન એરપોર્ટ
6. કર્ણાટકના ગુલબર્ગામાં આવેલ ગુલબર્ગ કાલાબુરાગી
7. કર્ણાટકના શિમોગામાં આવેલ શિમોગા એરપોર્ટ
8. કર્ણાટકના બીજાપુરમાં આવેલ બીજાપુર એરપોર્ટ
9. કેરળના કન્નૂરમાં આવેલ કન્નૂર ઈન્ટરનેશનલ એરપોર્ટ
10. અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં આવેલ ઈટાનગર એરપોર્ટ
11. સિક્કિમના પાક્યોંગમાં આવેલ પાક્યાોંગ એરપોર્ટ
12. પુડ્ડુચેરીના કરાઈકાલમાં આવેલ કરાઈકાલ એરપોર્ટ
13. ગુજરાતના ધોલેરામાં આવેલ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ
14. આંધ્ર પ્રદેશના ડાગરદતિમાં આવેલ નીલોડી એરપોર્ટ
15. આંધ્ર પ્રદેશના ભોગમપુરમમાં આવેલ ભોગેમપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ
16. હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલ મંડી એરપોર્ટ
17. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં આવેલ સિંધુદુર્ગ એરપોર્ટ
18. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં આવેલ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube