રામાયણના 'શ્રીરામે' ખરીદી મર્સિડીઝ કાર! તો લોકોએ કહ્યું, પ્રભુ પુષ્પક વિમાનના બદલે આ શું લઈ લીધું!

જે કલાકારે વર્ષો સુધી રામાયણ સિરિયલમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવીને આપણને સૌને પ્રભુના જીવનની કથા સમજાવી એ કલાકાર ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. રામાયણ સિરિયલમાં શ્રીરામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે એક કાર ખરીદી અને તેઓ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા.

રામાયણના 'શ્રીરામે' ખરીદી મર્સિડીઝ કાર! તો લોકોએ કહ્યું, પ્રભુ પુષ્પક વિમાનના બદલે આ શું લઈ લીધું!

નવી દિલ્લીઃ રામાયણ સીરિયલના ભગવાન શ્રીરામ એટલે કે અરુણ ગોવિલએ હાલમાં જ એક મર્સિડીઝ કારની ખરીદી કરી છે. જેના લીધે હાલ તેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ ચર્ચામાં છે. અરુણ ગોવિલે ખરીદેલી કાર પર ફેન્સ અજીબો ગરીબ કોમેન્ટ કરી રહ્યા છે. જેને જોઈને તમે હસવું નહીં રોકી શકો.

 

— Arun Govil (@arungovil12) June 6, 2022

 

રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવીને અરુણ ગોવિલ ખુબજ લોકપ્રિય બન્યા હતા. એટલું જ નહીં અરુણ ગોવિલ સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. ટ્વિટર જેવા સોશિયલ પ્લેટ ફોર્મ પર તેમને લાખો ફેન્સ ફોલો કરે છે. રામાયણ પ્રસારીત થતી હતી ત્યારે જેવી લોકપ્રિયતા હતી તેવી જ અરુણ ગોવિલની આજે સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. પરંતુ હાલમાં અરુણ ગોવિલે કાર ખરીદ્યાનો વીડિયો શેર કરતા ખુબ જ વાયરલ થયો છે.

અરુમ ગોવિલ પર થઈ ભગવાનની કૃપા:
ભગવાન શ્રીરામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલે હાલમાં જ મર્સિડીઝ બેંઝ કારની ખરીદી કરી હતી. જેની ખરીદી બાદ પત્ની  શ્રીલેખા ગોવિલે ઘરે કારનું સ્વાગત કર્યું હતું. જેનો 15 સેકન્ડનો વીડિયો અરુણ ગોવિલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું કે ભગવાનની કૃપાથી પરિવારમાં નવા વાહનનું આગમન થયું છે. તમારા બધાની શુભેચ્છાની અપેક્ષા છે.

વીડિયોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ:
અરુણ ગોવિલે કારનો વીડિયો પોસ્ટ કરતા અત્યાર સુધીમાં તેને 896.1K વ્યૂઝ અને 47.9 લાઈક મળી ચૂકી છે. સાથે સાથે 2,395 વખત આ વીડિયોને રિટ્વીટ પણ કરવામાં આવ્યો છે. તો ફેન્સ લાઈકની સાથે સાથે કેટલીક રસપ્રદ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેને વાંચીને તમે પણ લોટપોટ થઈ જશો.

તમે રથમાં જ સારા લાગો છો:
કારના વીડિયો પર એક ફેન્સે લખ્યું કે જય શ્રી રામ. આમ તો તમે રથ પર જ સારા લાગો છો પણ કલયુગમાં બધુ ચાલે છે.

તમારી જૂની કાર મને આપી દો:
અરુણ ગોવિલના વીડિયો પર એક યૂઝરે કોમેન્ટ કરી કે. સર તમારી જૂની કાર અમને આપી દો.

ભગવાન પુષ્પક વિમાનના બદલે આ શું લાવ્યા:
મજેદાર કોમેન્ટની યાદીમાં ઉજ્જવલ ત્રિપાઠી નામના ફેન્સ સૌથી આગળ આવે છે. તેમણે લખ્યું કે હે ભગવાન, પુષ્પક વિમાનના બદલે તમે આ કેવું મેડ ઈન જર્મની વાહન લાવ્યા. કમ સે કમ તમને તરત સંભળાતી ભક્તોની ભાવનાઓને તો ધ્યાનમાં રાખવી હતી.

ત્રેતાયુગ સાથે જોડી કડી:
વીરેશ કુમાર શર્મા નામના એક યુઝરે લખ્યું કે અભિનંદન સર, કદાચ ત્રેતાયુગમાં પણ તમારી પાસે આ ગાડી હોત તો તમારે જંગલોમાં ભટકી ભટકીને શ્રીલંકા જવાની જરૂર ના પડત.

કરોડો લોકોના પ્રિય છે અરુણ ગોવિલ:
1990ના દાયકામાં પ્રથમ વખત રામાયણ સીરિયનું પ્રસાર થયું હતું. અને ત્યારે આ સીરિયલને ખુબ જ લોકપ્રિયતા મળી હતી. જ્યારે દૂરદર્શન પર રામાયણ સીરિયનું પ્રસારણ ચાલતું હોય તો રસ્તા સૂમસામ થઈ જતા અને દુકાનો પર તાળા લાગેલા જોવા મળતા હતા. આ સીરિયલમાં ભગવાન શ્રીરામનું પાત્ર અરુણ ગોવિલ, લક્ષ્મણનું પાત્ર સુનિલ લહેરી અને માતા સીતાનું પાત્ર દીપિકા ચિખલિયાએ ભજવ્યું હતું. આ સીરિયને વર્ષો વિત્યા હોવા છતા આજે પણ લોકો આ ત્રણેય પાત્રને શ્રદ્ધાસાથે યાદ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news