ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતા જ કેમ થઈ જાય છે હીરોનું મોત? અત્યાર સુધી 5 હીરો સહિત 7 લોકોનો લેવાયો છે ભોગ!

ફિલ્મની વાર્તા સાંભળતાની સાથે જ ટપોટપ મરવા લાગે છે હીરો! કોણે લખી છે આવી ભયાનક સ્ક્રિપ્ટ? શું છે આ રહસ્યમયી ફિલ્મની કહાની જાણો...

  • એક એવી ફિલ્મની રહસ્યમયી સ્ક્રિપ્ટ જે વાંચવાથી થાય છે હીરોનું મોત!
  • ફિલ્મની સ્ક્રિપ્ટ કેમ બની સાત લોકોના મોતનું કારણ?
  • સ્ક્રિપ્ટ સાંભળીને હીરોના મનમાં કેમ આવી જાય છે મોતનો ડર?
  • ફિલ્મની રહસ્યમયી કહાનીથી વાસ્તવિક જીવનમાં થાય છે મોત!
  • એક એવી વાર્તા જેને સાંભળનાર એક પણ હીરો નથી બચ્યો જીવતો

Trending Photos

ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતા જ કેમ થઈ જાય છે હીરોનું મોત? અત્યાર સુધી 5 હીરો સહિત 7 લોકોનો લેવાયો છે ભોગ!

યશ કંસારા, અમદાવાદઃ એક ફિલ્મ, એક સ્ક્રિપ્ટ અને સાત મોતની આ એવી રહસ્યમયી કહાની છે જેને આજ સુધી કોઈ નથી ઉકેલી શક્યું. અમેરિકા જેવા દેશોમાં પણ આ ફિલ્મના કિસ્સાને સાંભળી જ સારા એવા એક્ટરોના મનમાં મોતનો ડર આવી છે. કહાનીની છે શરૂઆત કેનેડાના બર્ફિન આઈલેન્ડની છે. તે બર્ફિન આઈલેન્ડના પહાડોનું એક લોકગીત છે. જે તે વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત છે. આ ગીત એ વિસ્તારની ફેમસ વાર્તામાંથી બનાવવામાં આવ્યું હતું. અને આ લોકગીતને બર્ફિન આઈલેન્ડના લોકો શ્રદ્ધાથી ગાય છે.

આ ગીતની વાર્તા એવી છે કે એક સુંદર મહિલા બર્ફિનના પહાડો પર આવે છે અને ત્યાં રહે છે. અને તે જ પહાડોમાં રહેતો એક યુવક તે સુંદર મહિલાનો દીવાનો થાય છે. તે યુવક સુંદર મહિલાના પ્રેમમાં પડે છે. થોડા દિવસો બાદ તે મહિલા ત્યાંથી જતી રહે છે. પણ તે મહિલાના પ્રેમમાં ગાંડો બનેલો યુવક તે મહિલાની પાછળ છુપાઈને તે જ જહાજમાં તેની સાથે જવા લાગે છે. સમય પાસર થાય છે, અને તે યુવક એક પૈસાદાર વ્યક્તિની દિકરીનો જીવ બચાવે છે અને ધીમે-ધીમે પોતે પણ એક પૈસાદાર વ્યક્તિ બને છે. પરંતુ, સમય બદલાય છે અને છોકરાની માનસિક સ્થિતિ બગડવા લાગે છે અને તે ગાંડો થઈ જાય છે. આ વાર્તા કેનેડાના તે ભાગમાંથી એક ગીતના સ્વરૂપમાં લોકો સામે આવી અને પૂરા વિસ્તારમાં તે ગીત ફેમસ થયું હતું.

કેનેડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક ફિલ્મ ડાયરેક્ટર તે ગીતને સાંભળે છે તો એ ગીત પર આધારિત એક ફિલ્મ બનાવવાનું નક્કી કરે છે. આ નિર્ણય બાદ તે એક પ્રોડક્શન હાઉસ યૂનાઈટેડ આર્ટિસ્ટના સંપર્કમાં આવે છે. આ તમામ વચ્ચે તે ડાયરેક્ટરની મુલાકાત તૉડ કેરોલ સાથે થાય છે, જે સારા ફિલ્મ લેખક હતા અને તે સારી સ્ક્રિપ્ટ લખવામાં હોશિયાર હતા.

એક ગોકગીત પર આધારિત ફિલ્મની સ્ક્રિપ્ટ થઈ તૈયાર-
તે ડાયરેક્ટર તૉડ કેરોલને તે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની જિમ્મેદારી સોંપે છે. તૉડ કેરોલ તે જિમ્મેદારી સ્વીકારે છે અને સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કરે છે. અને 1979માં તોડે ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઈનલ પણ કરી લીધી હતી. સૌ કોઈને તે સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ પણ આવી. એ વાર્તામાં માત્ર થોડા લોકેશન અને કેરેક્ટરને બદલવામાં આવ્યા હતા. અને હવે આ વાર્તાને અમેરિકામાં ફિલ્માવવાનું નક્કી કરવામાં આવ્યું. હવે શોધ શરૂ થઈ લીડ રોલ માટેની. આ ફિલ્મનું નામ રખાયું અતુક (ATUK).

આ ફિલ્મના લીડ રોલ માટે હાસ્ય કલાકાર જ્હૉન બેલૂશીનો સંપર્ક કરવામાં આવ્યો. જ્હૉન બેલૂશીનું હૉલીવૂડમાં સારું એવું નામ હતું. જ્હૉન બેલૂશીએ ફિલ્મની વાર્તા સાંભળી તો તે ખૂબ ખુશ થયા. તેમને સ્ક્રિપ્ટ પસંદ આવી અને તેમને લાગ્યું કે આ ફિલ્મ સારી એવી કમાણી કરશે અને તેમણે આ ફિલ્મમાં કામ કરવા રાજી થયા હતા.

સ્ક્રિપ્ટ સાંભળી અને મોત વચ્ચે આ કેવો સંયોગ-
જ્હૉન બેલૂશીએ આ વાર્તા સાંભળી જાન્યુઆરી 1982માં પણ વાર્તા સાંભળ્યાના બે જ મહિનામાં બેલૂશી એક અકસ્માતનો શિકાર બન્યા હતા. જે હોટલમાં તે રોકાયા હતા ત્યાંથી જ તેમની 5 માર્ચે મૃત અવસ્થામાં લાશ મળી હતી. 33 વર્ષના જ્હૉન બેલૂશીની રહસ્યમય મોતથી હૉલીવૂડ ડરી ગયું હતું. જે હાલતમાં તેમની લાશ મળી હતી, તેની તપાસ કરવામાં આવી તો ફોરેન્સીક રિપોર્ટમાં ડ્રગ્સ ઓવરડોઝનું કારણે સામે આવ્યું હતું. તપાસ આગળ વધી કે ડ્રગ્સનો ઓવરડોઝ આટલા ફેમસ એક્ટરને કોણે આપ્યો. તો સામે આવ્યું એવલિન સ્મિથનું નામ. જેણે પોલીસ સામે કબૂલ્યુ હતું કે તેણે જ જ્હૉનને ડ્રગ્સ વધુ માત્રમાં આપ્યું હતું. જે બાદ સ્મિથ સામે કાયદાકિય પગલા લેવાયા અને તેને 15 મહિનાની જેલ થઈ હતી.

લીડ એક્ટરની મોત બાદ ફિલ્મ અતુકનું કામ અટકી પડ્યું. એક વખત ફરી નવા એક્ટરની શોધ શરૂ થઈ. લગભગ ચાર વર્ષ બાદ 1986માં સેમ કિનિસનને આ વાર્તા સંભળવવામાં આવી અને સ્ક્રિપ્ટ સાંભળી સેમ ફિલ્મ કરવા માટે રેડી થયો હતો. 1988માં માત્ર 8 દિવસની શૂટિંગ બાદ સેમે શૂટિંગ રોકાવ્યું અને ફિલ્મની સ્ક્રિપ્ટ અંગે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાથે ઝઘડો કર્યો હતો. સેમ અને ડાયરેક્ટર વચ્ચે વાત એટલી આગળ વધી કે પુરો કેસ કોર્ટરૂમ સુધી પહોંચ્યો હતો.

ફિલ્મ બનાવનાર સામે એક્ટરે કર્યો કેસ-
ફિલ્મ એકવાર ફરી અટકી હતી. અને 1992 સુધી ફિલ્મ શરૂ ન થઈ શકી. પણ તમામ લડાઈ ઝઘડા બાદ સેમ ફરીએકવાર શૂટિંગ માટે તૈયાર થયો હતો. પણ ત્યારે જ 10 એપ્રિલ 1992ના રોજ સેમનું મોત થયું. સેમ તે સમયે માત્ર 38 વર્ષનો હતો. સેમની મોત એક અકસ્માતમાં થઈ, જ્યારે, સેમ પોતાની ગાડીમાં ક્યાંક જઈ રહ્યો હતો. તે સમયે એક દારૂડિયા ટ્રક ડ્રાઈવરે સેમની ગાડીને ટક્કર મારી હતી. જેમાં સેમનું મોત થયું હતું. ટ્રક ડ્રાઈવરની ઉંમર માત્ર 17 વર્ષની હતી. આ અકસ્માત દરમિયાન એક અજીબ ઘટના બની હતી. જે સમયે સેમ પોતાની ગાડીથી જઈ રહ્યો હતો, તે સમયે તેના મિત્ર કાર્લ લાબોવની ગાડી તેના નજીક જ હતી. અકસ્માત બાદ જ્યારે કાર્લ દોડીને સેમની ગાડી સુધી પહોંચે છે તો કાર્લે સાંભળ્યું કે સેમ ત્રણ વખત બોલ્યો હતો કે મારે મરવું નથી.

કાર્લ મુજબ અકસ્માત બાદ જ્યારે સેમ બેહોશીમાં બોલી રહ્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે કોઈ સાથે વાત કરી રહ્યો હોય અને તેને કહી રહ્યો હયો કે મારે અત્યારે નથી મરવું. જ્યારે, ઘટનાસ્થળે તેમના સિવાય બીજુ કોઈ ત્યાં હાજર પણ ન હતું. પણ સેમના મોઢેથી નિકળેલા અન્ય શબ્દોએ કાર્લને ખરાબ રીતે ચોંકાવી નાખ્યા હતા. સેમે કહ્યું બટ વ્હાઈ (But why) અને પછી સેમે કહ્યું ઓકે ઓકે... અને આ બોલ્યા બાદ સેમે દમ તોડ્યો હતો. કાર્લે આ વાત બધાને ઘટના પછી જણાવી હતી. કાર્લના જણાવ્યા અનુસાર તેને એવું લાગી રહ્યું હતું કે મોતના થોડા સમય પહેલા સેમ કોઈ જોડે વાત કરી રહ્યો હતો.

હિરોના મૃત્યુ બાદ વધુ એકવાર અટકી ફિલ્મ-
અતુક ફિલ્મ એક વખત ફરી અટકી પડી હતી. કેમ કે આ ફિલ્મના લીડ એક્ટરનું ફરી એક વખત મૃત્યુ થયું હતું. બે વર્ષ બાદ 1994માં લીડ રોલ માટે જૉન કેન્ડીને પસંદ કરવામાં આવ્યા હતા. કેન્ડીએ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળવા માટેની ઈચ્છા જાહેર કરી હતી. 1994ની શરૂઆતમાં કેન્ડીને ફિલ્મની વાર્તા સંભળાવવામાં આવી હતી. તેમને પણ સ્ટોરી ગમે છે અને તે રોલ માટે હા પાડે છે. પણ 2 મહિના બાદ કેન્ડીનું મૃત્યુ થયું હતું. 4 માર્ચ 1994ના રોજ કેન્ડીનું હાર્ટઅટેરના કારણે મોત થયું હતું. કેવો વિચીત્ર સંયોગ હતો કે, ફિલ્મ માટે હા પાડનાર ત્રીજા લીડ રોલનું મોત થયું હતું. અને તે પણ સ્ક્રિપ્ટ સાંભળ્યાના 2 મહિના બાદ જ.

કહેવામાં આવે છે કે આ ફિલ્મની સ્ટોરી સાંભળ્યા પછી કેન્ડીએ પોતાના મિત્ર માઈકલ ઓ ડોંગોને પણ આ ફિલ્મની કહાની સંભળાવી હતી. અને તેમને ફિલ્મમાં સાઈડ રોલ માટેની ઑફર આપી હતી. સંયોગે કેન્ડીની મોતના થોડાં સમય બાદ જ માઈકલ ઓ ડોંગોનું પણ મોત થયું હતું. 54 વર્ષના માઈકલનું બ્રેન હેમરેજના કારણે મોત થયું હતું.

વધુ એક લીડ એક્ટરની રહસ્ચમયી હાલતમાં મોત-
અતુક ફિલ્મનો આ વિચિત્ર સંયાગ હતો કે ત્રણ લીડ એક્ટર અને એક ચોથા એક્ટરની મોત આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળ્યા બાદ થયા હતા. માઈકલના મોત બાદ 1997માં એક વખત ફરી ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ હતી. અને આ વખતે ફિલ્મના લીડ રોલ માટે ક્રિસ ફારલેને પસંદ કરવામાં આવ્યા હતા. સંયોગ જુવો કે ક્રિસ ફારલે જ્હોન બેલૂશીને પોતાના આદર્શ માનતા હતા. આ એજ બેલૂશી છે જેમને સૌથી પહેલા ફિલ્મ ઓફર થઈ હતી. પોતાના આદર્શને મળેલી ફિલ્મ ફારલેને મળતાં તે ખુશ થયા હતા અને તેમણે ફિલ્મ માટે હા પાડી હતી. પરંતુ, સ્ક્રિપ્ટ સાંભળ્યાના થોડા મહિના બાદ 18 ડિસેમ્બર 1997ના રોજ ફારલેનું પણ મોત થયું હતું. ફારલેનું પણ મોત તેમના જ આદર્શ બેનૂશીની જેમ ડ્રગ ઓવરજોઝના કારણે થયું હતું. સંયોગ એવો કે ફારલેની ઉંમર પણ 33 વર્ષની હતી.

અતુક ફિલ્મથી જોડાયેલું સાત મોતનું રહસ્યના હેરાનનારા કિસ્સા-
અતુક ફિલ્મથી જોડાયેલી આ પાંચમી મૃત્યુની ઘટના હતી. જેમાં લીડ રોલ માટે હા પાડનાક ચોથા એક્ટરનું મૃત્યુ થયું હતું. ફારલેએ આ સ્ક્રિપ્ટ તેના એક મિત્રને પણ સંભળાવી હતી. સંયોગ એવો કે ફારલેના મિત્ર ફિલ હાર્ટમેનનું પણ મોત થયું હતું. ફિલનું તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને તેની પત્ની બ્રિન હાર્ટમેને ગોળી મારી તેની હત્યા કરી નાંખી હતી. આ હત્યાની જાણ બ્રિને ફિલના મિત્રને ફોન કરીને કરી હતી.

પછી જે હક્કિત સામે આવી તે સૌ કોઈને ચોંકાવનારી હતી. બ્રિને કઈ એવું કહ્યું કે લોકો હેરાન થયા હતા. બ્રિને કહ્યું કે, તેને ખબર જ નથી કે તેણે ફિલની ગોળી મારીને હત્યા કેમ કરી હતી. તેને લાગ્યું કે તેણે ફિલને ગોળી મારી દેવી જોઈએ એટલે બ્રિને ફિલને 2 ગોળી મારી દીધી હતી. અને આ બધું જણાવ્યા બાદ બ્રિને પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ રીતે અતુક ફિલ્મથી જોડાયેલા કિરદારોમાં 7 લોકોના મોત થઈ ચુક્યા હતા. ચાર એ લોકો જે લીડ રોલ કરવાના હતા, એક એવો વ્યક્તિ જે સપોર્ટિંગ કેરેક્ટર કરવાનો હતા પણ તેણે વાર્તા સાંભળી લીધી હતી અને છઠ્ઠી મોત પણ સ્ટોરી સાંભળ્યા બાદ જ થઈ હતી. અને સાતમું મોત તેનું જણે છઠ્ઠા વ્યક્તિની હત્યા કરી પોતાને પણ ન છોડી.

મીડિયામાં છવાઈ ગઈ ફિલ્મ શ્રાપિત હોવાની ધારણાં-
સાત મોત, એક ફિલ્મની સ્ક્રિપ્ટ અતુક. આ સંપૂર્ણ કિસ્સામાં 2 મોત એવી હતી જેમાં મરવા પહેલા કોઈ સાથે વાત મૃતકો દેખાયા હતા. ફિલ્મથી જોડાયેલા હાદસા જેવા કિસ્સા મીડિયામાં મસાલેદાર સમાચાર બની ચુક્યા હતા. આ વાતને જોર મળવા લાગ્યું કે આ સ્ક્રિપ્ટમાં જ કોઈ એવી ખામી છે. જેના કારણે વારંવાર લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જોકે, ફિલ્મના લેખકે આ તમામ વાતોને નકારી દીધી હતી. કેરોલ આ ઘટનાઓને માત્ર એક સંયોગ જ માનતા હતા.

ધીમે-ધીમે આ વાત અમેરિકામાં ચારો તરફ ફેલાવવામાં લાગી. હૉલીવૂડમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે ચર્ચા થવા લાગી. અને આ વાત ફરતી થઈ કે જે પણ કોઈ આ સ્ક્રિપ્ટની સ્ટોરી સાંભળે છે તે મોતને ભેટે છે. જેના પગલે હવે હૉલીવૂડમાં એવી ધારણા બની ચુકી છે કે આ સ્ક્રિપ્ટ જ મનહૂસ છે. જ્યારે, હૉલીવૂડના તમામ એક્ટરોના દિલમાં આ સ્ક્રિપ્ટનો ખોફ છે. અને લગભગ તમામ લોકો ફિલ્મથી દૂરી બનાવી રહ્યા છે. આ પછી, તોડ કેરોલ અને યુનાઈટેડ આર્ટિસ્ટ્સે સાથે મળીને નિર્ણય કર્યો કે આ સ્ક્રિપ્ટને એક બોક્સમાં બંધ કરી દેવી જોઈએ. કારણ કે હવે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ આ ફિલ્મ પર કામ કરવા માટે સહમત નહીં થાય. 1997થી કોઈએ આ ફિલ્મમાં ફરીથી કામ કરવાનું વિચાર્યું પણ નથી.

આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ બધું શું હતું, અંધશ્રદ્ધા, કે સંયોગ કે અકસ્માત. જો કે, આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો હજુ પણ માનતા હતા કે આ એક સંયોગ સિવાય બીજું કંઈ નથી. તેથી, ફિલ્મ અતુકની સ્ક્રિપ્ટનો આ ન સમજાય એવો કોયડો તેના રહસ્યો ક્યાંક એક બોક્સમાં કબાટમાં બંધ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news