અમદાવાદ: સરળ શબ્દોમાં કહીએ તો લવ જેહાદ (Love Jihad) એટલે મુસ્લિમ (Muslim) પુરૂષો દ્રારા બિન-મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલી મહિલાઓને ધર્મમાં પરિવર્તન કરાવવા માટે પ્રેમનું નાટક રચે છે. તમે પણ દેશમાં ક્યારેક ને ક્યારેક લવ જેહાદ (Love Jihad) ના કિસ્સા સાંભળ્યા હશે, પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે લવ જેહાદ (Love Jihad) ને લઇને ટિપ્પણી કરી છે, ત્યારથી આ શબ્દ ચર્ચા અને અને ચર્ચાનો સળગતો મુદ્દો બની ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લવ જિહાદ (Love Jihad) બે શબ્દોથી મળીને બને છે. અંગ્રેજી ભાષાનો શબ્દ લવ (Love) એટલે પ્રેમ, મહોબત્ત એટલે કે ઇશ્ક અને અરબી ભાષાનો શબ્દ જેહાદ. તેનો અર્થ એ છે કે કોઇ હેતુને પુરો કરવા માટે પોતાનો પુરી તાકાત લગાવી દેવી. જ્યારે એક ધર્મ વિશેષને માનનાર બીજા ધર્મની છોકરીને પોતાના પ્રેમજાળમાં ફસાવી તે છોકરીનું ધર્મ પરિવર્તન કરાવી દે છે. 

Love Jihad કરવા પાછળ એક મોટું ષડયંત્ર છે, જાણો કેમ જરૂરી છે આ સુધારા વિધયેક


આ મુદ્દાએ ત્યારે જોર પકડ્યું જ્યારે કેરલ હાઇકોર્ટે (High Court) 25 મેના રોજ હિંદુ મહિલા અખિલા અશોકના લગ્નને રદ કરવામાં આવ્યા હતા. નિકાહ પહેલાં અખિલાએ ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ હાદિયા રાખી લીધું. જેના વિરૂદ્ધ અખિલા ઉર્દે હાદિયાના માતા-પિતાએ કેરલ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમની પુત્રીને આતંકાવાદી સંગઠન આઇએસઆઇએસમાં ફિદાયીન બનાવવ માટે લવ જેહાદનો સહારો લીધો છે.


ત્યારબાદ કેરલ (kerala) હાઇકોર્ટે અખિલા ઉર્ફે હાદિયા અને શફીનના નિકાહને રદ કરી દીધા હતા. ત્યારબાદ અખિલા ઉર્ફે હાદિયાના પતિ શફીનને કેરલ હાઇકોર્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેસની તપાસ માટે એનઆઇએને આદેશ આપ્યા હતા.  

1 કલાક 11 મિનિટની સ્પીચમાં લવ જેહાદ પર ગૃહરાજ્ય મંત્રીએ કર્યાં સ્ફોટક નિવેદનો


જાણો કેમ જરૂરી છે આ સુધારા વિધેયક
ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. ધર્માંતરણ કરાવી વિધર્મી યુવકો આપણી યુવતીઓને છેતરે છે. જેના બાદ યુવતીઓની જિંદગી દોજખ બની જાય છે. લવ જેહાદના નામે હિન્દુ યુવતીઓને ફસાવવામાં આવે છે. હિન્દુ યુવાનનું નામ અને રીતભાત બતાવીને પ્રેમ જાળમાં ફસાવવામાં આવે છે. આવી યુવતીઓને લગ્ન બાદ આત્મહત્યાનો કરવાનો વારો આવે છે. યુવક નારાછડી પહેરીને આવે જેથી યુવતીને લાગે છે કે તે હિન્દુ છે. તેમજ હિન્દુમાં ધર્મમાં માને છે તેવું પ્રસ્થાપિત કરે છે. હિન્દુ નામ ધારણ કરે છે. યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય હોય છે. ત્યાર બાદ પાછા ફરવાનો કોઈ રસ્તો યુવતીઓને મળતો નથી. કેટલીક યુવતીઓ આત્મહત્યા કરે છે. 


મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે, જેમાં સજાની અલગ અલગ જોગવાઈ છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, ઓરિસ્સામાં આ પ્રકારના કાયદાઓ છે. મ્યાનમારમા 2 વર્ષ, નેપાળમા 3 વર્ષ, શ્રીલંકામાં 5 વર્ષ અને સૌથી વધુ સજાની જોગવાઈ પાકિસ્તાનમા 7 વર્ષથી ઉમરકેદ ની સજાની જોગવાઈ આ કાયદામાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube