ગુજરાતમાં પુરના પાણીએ કેવો વેર્યો વિનાશ? હવે વાવાઝોડાનો ખતરો! જુઓ તારાજીના દ્રશ્યો
ગુજરાતમાં વરસાદે કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ ચાર દ્રશ્યો પુરી રહ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનો પ્રકોપ આખા શહેરમાં છે. તો વડોદરાની અન્ય નદીઓના પાણી ફરી વળતાં ગ્રામ્ય વિસ્તાર બેહાલ બની ગયા છે.
Gujarat Monsoon 2024: ગુજરાતમાં વરસાદ પછી આવેલું પુર અને પુર પછી પાણી ઓસરતાં જ્યાં જુઓ ત્યાં તારાજી જોવા મળી રહી છે. વડોદરા હોય કે દ્વારકા, જામનગર હોય કે પોરબંદર તારાજીના એવા ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે કે નુકસાન જ નુકસાન જોવા મળી રહ્યું છે.
1976માં આવ્યું હતું ગુજરાતમાં ખતરનાક વાવાઝોડું! ફરી અરબી સમુદ્રમાં એકટીવ થઈ એવી જ...
ગુજરાતમાં વરસાદે કેવો વિનાશ વેર્યો છે તેની સાક્ષી આ ચાર દ્રશ્યો પુરી રહ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીના પાણીનો પ્રકોપ આખા શહેરમાં છે. તો વડોદરાની અન્ય નદીઓના પાણી ફરી વળતાં ગ્રામ્ય વિસ્તાર બેહાલ બની ગયા છે. વડોદરા પછી જામનગરમાં પણ પુરના પાણીએ સામ્રાજ્ય જમાવી દેતાં જ્યાં જુઓ તારાજી જોવા મળી રહી છે. આણંદમાં પણ આફતનો વરસાદે લોકોને બેહાલ બનાવી દીધા છે.
'ડેન્જર' આગાહી! ગુજરાતના આ 4 જિલ્લામાં આજે રાત્રે કતલની રાત, વાવાઝોડું ભૂક્કા કાઢશે!
ગુજરાતમાં જો સૌથી ખરાબ સ્થિતિ હોય તો તે વડોદરાની છે. વડોદરામાં વિશ્વામિત્રીમાં આવેલા પૂરે એવી તબાહી મચાવી છે કે જ્યાં જુઓ ત્યાં તારાજી જ તારાજી છે. વડોદરાના વિવિધ વિસ્તારના લોકો આજે સતત ત્રીજા દિવસે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે. અનેક પરિવાર પાસે દૂધ, પીવાનું પાણી, રાશન ખૂટી પડ્યું છે. સંસ્કારી નગરીના અનેક વિસ્તારો એવા છે જેમાં પાંચ થી છ ફૂટ પાણી ભરાયેલા છે. અને માલસામાનને ભારે નુકસાન થયું છે.
ગુજરાત પર આવેલી આફતમાં કોણ બન્યું દેવદૂત? પોતાના જીવના જોખમે કોણ કરી રહ્યું છે રક્ષણ
સૌરાષ્ટ્રનું જેને પેરિસ કહેવાય છે તે જામનગરમાં વરસાદ પછી પુરના પાણીએ કેવો વિનાશ લોકોના ઘરમાં વેર્યો છે તે જોઈ શકાય છે. આ એ જ ઘર છે જ્યાં એક દિવસ એટલું પાણી હતું કે ઘર નજરે પડી રહ્યું ન હતું. પરંતુ પાણી થોડા આસર્યા. જો કે હવે ઘરમાં રહેલો તમામ સામાન વેરવિખેર થઈ ગયો છે. પાણી ઘરમાં ઘૂસી જતાં ઘરવખરી બગડી ગઈ છે. તંત્રનો એક પણ અધિકારી અહીં ન પહોંચતાં લોકોએ ઝી 24 કલાક સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી.
વડોદરાવાસીઓને નવી આફત! શહેરમાં પાણી ઓસર્યા બાદ શું આવી સૌથી મોટી આફત?
કુદરત જ્યારે કોપાયમાન થાય અને વિનાશ વેરવાની શરૂઆત કરે પછી કાળ માથાનો માનવી લાચાર બની જાય છે. દ્વારકાના જામરાવલમાં કંઈક આવું જ છે. શહેરમાં જ્યાં જોઈએ ત્યાં પાણી છે...પાણીનો પ્રકોપ એટલો છે કે કોઈ જગ્યા કોરી બચી નથી. જે શાળા લોકોનું આશ્રય સ્થાન બને છે તે શાળા પણ પાણીમાં ગરકાવ છે. ગામની અંદર 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી સેનાએ મોર્ચો સંભાળ્યો છે અને લોકોને સુરક્ષિત બહાર કાઢી રહી છે.
કચ્છમાં બારે મેઘ ખાંગા! માંડવીમાં સવા 11 ઈંચ તો મુંદ્રામાં સાડા 7 ઈંચ, જળબંબાકાર...
વડોદરામાં કુદરત કોપાયમાન થતાં વિશ્વામિત્રી ગાંડીતૂર બની, અને વિશ્વામિત્રીના પાણીએ શહેરમાં ઘૂસીને કેવો વિનાશ વેર્યો. શહેરના તુલસીવાડી વિસ્તારમાં પહેલા માળ સુધી પાણી હતાં. પરંતુ હાલ પાણી ઓસરતાં હવે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘરની તમામ ઘરવખરી વેરવિખેર થઈ ગઈ છે. ઘરમાં એવો કોઈ સામાન નથી બચ્યો જે પાણીમાં પલળીને બગડી ગયો ન હોય.
ગુજરાતમાં 'આશના' વાવાઝોડોના મોટો ખતરો! આ 87 ભયજનક સ્થળોએ પ્રતિબંધ જાહેર કરાયો
વડોદરામાં આવા તો અનેક વિસ્તાર છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે. જ્યાં પાણી ઓસર્યા ત્યાં મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે. સૌ લોકો સરકાર નાનકડી સહાય કરે તેની રાહ જોઈને બેઠા છે. મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે. ત્યારે સાચા લાભાર્થીઓને ક્યારે સહાય મળે છે તે જોવું રહ્યું.