અતુલ તિવારી/અમદાવાદ :ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે જુદા જુદા પ્રશ્નો અને ચિંતાઓને લઈ વાલીઓ મનોચિકિત્સકનો સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી છે. બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા બાળકોને કેવા પ્રશ્નો સતાવતા હોય છે, પરીક્ષામાં સફળતા મેળવવા બાળકોમાં વાલીઓ વિશ્વાસ કેવી રીતે જગાવી શકે એ મામલે ઝી 24 કલાક એ મનોચિકિત્સક ડોક્ટર રમાશંકર યાદવ સાથે વાતચીત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટર રમાશંકર યાદવે કહ્યું કે, સારું પરિણામ નહીં આવે, સારી કોલેજમાં એડમિશન નહીં મળે, આ વર્ષે ડ્રોપ લઈ લઈએ, નાપાસ થઈશું તો શું થશે જેવા અનેક પ્રશ્નો બોર્ડના વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવતા હોય છે. અનેકવાર વિદ્યાર્થીઓને સ્યુસાઇડ કરવાનો વિચાર આવે, ઘર છોડીને ચાલ્યા જવાનો વિચાર આવે જેવી ફરિયાદો આવતી હોય છે. કેટલાક કિસ્સામાં વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે તેમના હાથ-પગ દુઃખે છે, ઊંઘ લાગતી નથી હોતી, માથું દુખતું રહેતું હોય, કળતરની સમસ્યા હોય છે.  


ગુજરાત કોંગ્રેસ ફરી તૂટશે? રાજસ્થાનના MLA સંયમ લોઢાએ પાર્ટીને કહ્યું-દાલ મેં કુછ કાલા હૈ


વાલીઓએ શું કરવું...
વાલીઓને ટિપ્સ આપતા ડોક્ટરે જણાવ્યું કે, આ તમામ સમસ્યાઓ માટે બાળકની આજુબાજુનું વાતાવરણ મહત્વનું છે, અનેક વાલીઓ બાળકને કહેતા હોય છે કે તું પાસ થઈ જશે, સારા માર્ક્સ લાવજે નહીં તો સારી કોલેજમાં એડમિશન નહીં મળે, સારું પરિણામ નહીં આવે તો આગળ અભ્યાસમાં ખૂબ ખર્ચ થશે, પૈસા ક્યાંથી લાવીશું? આ ચિંતાઓ વાલીઓની હોય છે, જેની અસર બાળક પર પડે છે અને બાળક ડિપ્રેશનમાં જતું હોય છે. વાલીઓની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હોય છે, વાલીઓ બાળક સાથે હકારાત્મક રહે એ જરૂરી છે. બાળક કોઈ સમસ્યા અનુભવે તો વાલી પોતે બાળક સાથે ચર્ચા કરે. સ્કૂલ - ટ્યુશનના શિક્ષક સાથે વાતચીત કરે અને જરૂર હોય તો મનોચિકિત્સક સાથે મળીને ઉકેલ કાઢવો જોઈએ. બાળક જ્યારે પણ તેના અભ્યાસને લઈને કોઈ સમસ્યા અથવા ચિંતા અનુભવે તો એની સાથે ચર્ચા કરવી જરૂરી છે.


કોરોનાને કારણે બાળકોની માનસિક સ્થિતિ પર અસર અંગે તેમણે કહ્યુ કે, કોરોનાને કારણે વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ કરવા મજબુર બન્યા, તેની પણ આડઅસરો કેટલાક કિસ્સાઓમાં દેખાઈ રહી છે. છેલ્લા બે વર્ષમાં મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપ સાથે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કર્યો છે. આ તમામ ગેજેટ્સ હવે બાળકો માટે ચિંતાનું કારણ બન્યા છે, વાલીઓ હવે ફરિયાદ કરે છે કે વાંચન કરતી વખતે બાળક મોબાઈલનો ઉપયોગ કરે છે, મોબાઈલમાં જોડાયેલા કેટલાક નકારાત્મક કન્ટેન્ટ બાળક જુવે છે, જો મોબાઈલ ના આપવામાં આવે તો બાળક વાંચન નથી કરતું.


દૈવી શક્તિ સાથે જોડાયેલી છે આદિવાસીઓની આ પરંપરા, ચુલના મેળામાં બાધા પૂરી કરવા આવે છે લોકો


અનેક બાળકોમાં મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરના વપરાશને કારણે પોર્ન વીડિયો જોવાની વાલીઓમાં ફરિયાદ પણ વધી છે. જો કે હવે ગણતરીના દિવસો બોર્ડની પરીક્ષા માટે બાકી રહ્યા છે એટલે તમામ સમસ્યાઓ વાલીઓ બાજુમાં રાખી બાળકનો ખાવાનો સમય સાચવે. બાળકના શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપે, સુવા અને ઉઠવાનો સમય સાચવે, બાળક સમજ્યા વગર બિનજરૂરી વાંચન ના કરે એ ધ્યાન આપે. બાળકે જે અભ્યાસ કર્યો છે એના પર ફોક્સ કરવામાં આવે, નકારાત્મક વસ્તુ જોવાનું અને વાંચન કરવાનું બાળક ટાળે આ તમામ તકેદારી રાખવી જોઈએ. 


વાલીને પોતાના બાળકના વર્તન વિશે ખ્યાલ હોય છે, બાળક વાંચવા ના બેસે, વાતે વાતે રડવા લાગે, વાંચનની ઈચ્છા ના થાય, સ્યુસાઈડનો પ્રયાસ કરે, ખાવાનું બંધ કરી દે, ઊંઘ ના આવતી હોય તો બાળક સાથે વાલીએ વાત કરવી જોઈએ, બાળકને કોઈ સમસ્યા થઈ છે જેટલી જલ્દી વાલી સમજશે, એટલી જલ્દી તેનો ઉકેલ વાલી મેળવી શકશે તેવી તેમણે સલાહ આપી.