ગુજરાત કોંગ્રેસ ફરી તૂટી શકે છે... રાજસ્થાનના MLA સંયમ લોઢાએ પાર્ટીને કહ્યું-દાલ મેં કુછ કાલા હૈ

કોંગ્રેસ માટે હાલ ચારેતરફથી કપરા ચઢાણ છે. એક મુસીબતથી નીકળ્યા નહિ, તો બીજી મુસીબત ઉભી જ હોય છે. પાંચ રાજ્યોમાં કારમી હાર બાદ પાર્ટીમાં ધમાસાન મચી રહ્યુ છે. ત્યાં કોંગ્રેસના જ એક ધારાસભ્યએ ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાશે તેવી ટ્વીટ કરીને રાજકારણમાં ચર્ચા જગાવી છે

ગુજરાત કોંગ્રેસ ફરી તૂટી શકે છે... રાજસ્થાનના MLA સંયમ લોઢાએ પાર્ટીને કહ્યું-દાલ મેં કુછ કાલા હૈ

ઝી મીડિયા/બ્યૂરો :શું સામી ચૂંટણીએ ફરી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે? રાજસ્થાન કોંગ્રેસના MLAને ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર લાગી રહ્યો છે. CM અશોક ગહેલોતના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટ કરીને આ ડર દિલ્હી કોંગ્રેસ સામે વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ નેતા સંય લોઢાએ કહ્યું, ગુજરાતના 10 MLA પર ભાજપની નજર છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય સંયમ લોઢાની ટ્વીટથી ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. 

પાંચ રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીની અંદર ધમાસાન મચ્યુ છે. જી-23 ગ્રૂપના નેતા સતત પાર્ટીના ખરાબ પ્રદર્શનને લઈને સવાલો કરી રહ્યાં છે. તો ગુજરાત કોંગ્રેસની અંદર ભંગાણ પડે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાએ ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર વ્યક્ત કર્યો છે. ચૂંટણી પહેલા ઉથલપાથલનું કોંગ્રેસી ધારાસભ્યનું નિવેદન સામે આવ્યુ છે. સંયમ લોઢાએ કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે. સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને પણ આ વિશે સતર્ક રહેવા જણાવ્યુ છે. 

भाजपा कांग्रेस के दस विधायको पर डोरे डाल रही है।

स्वस्थ रहें, सतर्क रहें।#GujaratElection2022 @RahulGandhi @priyankagandhi @INCIndia @INCGujarat

— Sanyam Lodha (@SanyamLodha66) March 18, 2022

શું ફરીથી કોંગ્રેસના ધારાસભ્યોનો કેમ્પ કરવો પડશે
આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે બહુ જ મહત્વની છે. પાંચ રાજ્યોમાં ખરાબ પ્રદર્શન બાદ હવે ગુજરાતમાં સારુ પરફોર્મ કરવા પર દબાણ છે. આવામાં જો ચૂંટણી પહેલા ધારાસભ્ય તૂટે છે તો તેની સીધી અસર ચૂંટણી પર પડશે. સંયમ લોઢાની ટ્વીટથી રાજકીય ગલિયારામા ચર્ચા તેજ બની છે. આ ટ્વીટથી ગુજરાત કોંગ્રેસના નેતાઓના પેટનું પાણી પણ હલે તો ય બહુ થઈ જાય. ગત ચૂંટણીમાં કોંગ્રેસે બીજેપીને કડક ટક્કર આપી હતી. જોકે, જીત બીજેપીના ખોળામાં ગઈ હતી. 

ગુજરાત કોંગ્રેસમાં અગાઉ પણ 2020 માં રાજ્યસભા ચૂંટણી પહેલા 8 કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ તમામ બીજેપીમાં સામેલ થયા હતા. થોડા સમય પહેલા પાર્ટીના કેટલાક નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news