ચિરાગ જોશી/વડોદરા: ડભોઇ નાયબ કલેકટરના એક નિર્ણયથી ડભોઇ તાલુકાના સાત જેટલા ગામોના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે તેના સ્તરની સપાટી કલાકો અનુસાર વધતી જાય છે. ત્યારે વહેલી સવારથી જ યાત્રાધામ ચાંદોદની આજુબાજુના ગામોમાં પાણી ફરી વળ્યા છે. છેલ્લા ૨૪ કલાકથી ચાંદોદની આજુબાજુના ગામ લોકો પાણીના ભય વચ્ચે જીવી રહ્યા છે, ત્યારે હજી સુધી તેની પાસે તંત્રની મદદ નથી પહોંચી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં બુટલેગરો બેફામ! દારૂ પકડવા ગયેલી પોલીસ પોતે ન પકડાય જાય તે માટે ભાગવું પડ્યું


જેને લઇને ચાંદોદ ગામના ગ્રામજનો રોષે ભરાયા છે, એટલું જ નહીં આ બાબતમાં અનેક વખત ગામના સરપંચ દ્વારા તંત્રને આજીજી કરવામાં આવી છે. છતાં પણ ડભોઈનાં નવીન નાયબ કલેકટર શિવાની ગોયલ દ્વારા નાવિકોને પોતાની નાવડીને ન ચલાવવા માટે આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે ફસાયેલા લોકો પાસે જમવા માટે પણ સામગ્રી નથી, એવામાં સરપંચો દ્વારા હેમખેમ રીતે ગ્રામ લોકો સાથે પહોંચવા માટે સંપર્ક બનાવી રહ્યા છે. જલદીમાં જલદી ચાંદોદ ગ્રામવાસીઓની સરકાર વહારે આવે તેવું ગ્રામજનો કરી રહ્યા છે. આટલું જ નહીં નાવિક શ્રમજીવી મંડળ છેલ્લા કેટલાય વર્ષોથી પૂરના સમયે ગામલોકોના વારે આવી તેઓને બચાવ કામગીરી હાથ ધરે છે. ચાલુ વર્ષે તંત્રનો સાથ ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આટલું જ નહીં તંત્ર દ્વારા એક એનડીઆરએફની ટીમ ચાંદોદ ખાતે મૂકવામાં આવી છે. બપોરે ચાંદોદના નીચાણવાળા વિસ્તારોમાં કેટલાક સાધુઓ પાણીમાં ફસાયા હતા. જેમાં ત્રણ પૈકી એક જ સાધુનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.


રાહત કમિશ્નરની પત્રકાર પરિષદ, ગુજરાતમાં વરસાદી હાહાકાર વચ્ચે સબ સલામત હોવાનો દાવો

જ્યારે અન્ય બે વ્યક્તિઓને એનડીઆરએફ દ્વારા ન બહાર કાઢવામાં આવ્યા તેઓ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ક્યારે પણ મહત્ત્વની વાત એ છે. હાલ બાર વાગ્યા બાદ સરદાર સરોવરમાંથી ફરી એક વખત પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે આ પાણીની સપાટી હજી વધુ વધી શકે તેમ છે. જેથી તાત્કાલિક અસરથી સરકાર આ બાબતમાં ધ્યાન આપી ફરી એક વખત નાવડીયો ચાલુ કરાવે તેવી માંગ ગામલોકો દ્વારા કરવામાં આવી રહી છે. જેથી ગ્રામજનો પોતાને ભયથી મુક્ત કરે તેવી લોકોમાં આશા વ્યાપી છે.આ સરપંચ સહિત સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર