`પાંચ વર્ષથી ખોવાયેલા `કાકા` મળી ગયા છૅ`, ગુજરાતમાં BJP ઉમેદવાર અને સાંસદ સામે વિરોધના વંટોળ
Loksabha Election 2024: ભરત સિંહ ડાભીનો ફોટો મૂકી પાંચ વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયા છૅ તેવું લખાણ સાથેની પોસ્ટ વાયરલ કરતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યું છૅ. પાટણના એક યુવા પાટીદાર નીરવ પટેલ દ્રારા સોશ્યલ મીડિયામાં પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીની એક પોસ્ટ વાયરલ કરી છૅ.
Loksabha Election 2024: પાટણ લોકસભા ચૂંટણી અગામી સમયમાં યોજાનાર છૅ ત્યારે હવે મતદારોનો રોષ સામે આવી રહ્યો છૅ. સોશ્યલ મીડિયા દ્રારા મતદારો રોષ ઠાલવી રહ્યા છૅ ત્યારે પાટણના એક યુવા પાટીદાર નીરવ પટેલ દ્રારા સોશ્યલ મીડિયામાં પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સિંહ ડાભીની એક પોસ્ટ વાયરલ કરી છૅ. ગુજરાતમાં સતત લોકસભાના ઉમેદવારો સામે વિરોધ વધતો જાય છે. એક નહીં હવે આ વિરોધ ડઝન બેઠકોએ પહોંચ્યો છે. ભાજપે અનેક વિરોધ વચ્ચે પણ પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. આ સામે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે. અહીં ઠાકોર વીરુદ્ધ ઠાકોર ઉમેદવારની લડાઈ છે. કોંગ્રેસે બનાસકાંઠામાં પણ ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. આ સીટ પર ભરતસિંહ સામે ભારે વિરોધ વચ્ચે હવે આગામી સમય જ બતાવશે કે ભાજપે લીધેલો નિર્ણય યોગ્ય છે કે નહીં?
તું જા હું આવું જ છું, ગુજરાત ભાજપમાં જોડાવવા કોંગ્રેસીઓએ કેમ લગાવી છે લાઈન, આ છે...
પાટણનો વિકાસ અધૂરો..
ભરત સિંહ ડાભીનો ફોટો મૂકી પાંચ વર્ષથી ખોવાયેલ કાકા મળી ગયા છૅ તેવું લખાણ સાથેની પોસ્ટ વાયરલ કરતા ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યું છૅ. ઝી 24 કલાકની ટીમ દ્રારા પોસ્ટ વાયરલ કરનાર નીરવ પટેલને આ મામલે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભરત સિંહ ડાભી પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને હવે 2024માં જોવા મળ્યા છૅ. પાટણના જે વિકાસ લક્ષી કામો જેવા કે જુના બસ સ્ટેન્ડનું નવીનીકરણ થઇ રહ્યું છૅ પણ તે કામ હજુ પૂર્ણ થયું નથી, રાણકી વાવની આજુ બાજુ ટુરિસ્ટ માટે રહેવા માટે કોઈ સગવડ ઉભી કરવામાં આવી નથી.
મારા હાળા છેતરી ગયા! ગુજરાતમાં દમ પણ કોંગ્રેસીઓ 'બે દમ', ઉભી પૂંછડિયે ભાગ્યા
ખેડૂતો માટે કોઈ સહાય મળી નથી
પાટણ આસપાસ જે ઐતિહાસિક દીવાલો આવેલી છૅ તેની કોઈ સાર સંભાળ લેવામાં આવતી નથી. આ વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્ન છૅ અને આ રોજગારી સ્થાનિક વિસ્તારમાં ન મળતા બહાર જવું પડે છૅ તો રોજગારી માટે કોઈ કામ કરવામાં આવ્યું નથી. ખેડૂતો માટે કોઈ સહાય મળી નથી. વગેરે પ્રશ્નો મામલે કોઈ કામ થયાં નથી માટે આ પોસ્ટ વાયરલ કરી છૅ.
પાટીલે પહેલીવાર કર્યો ખુલાસો કે કેમ કોંગ્રેસીઓ માટે પાથરી લાલજાજમ, મારે નહોતા લેવા..