ઝી મીડિયા/બ્યૂરો :દરરોજ રેકોર્ડ કોરોના વાયરસ (Coronavirus)ના નવા કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં અત્યારે કોરોના (Covid-19 In India) સંક્રમિતોની કુલ સંખ્યા 86 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 3 હજારની નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 (COVID-19)ના કુલ 3970 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 85,940 થઈ ગઇ છે. આ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 103 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2,752 પર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના 53035 એક્ટિવ કેસ (સારવાર ચાલી રહી છે) છે અને 30,153 લોકો સ્વસ્થય થઈ ગયા છે. ત્યારે હવે લાગે છે કે, લોકોએ કોરોના વાયરસ સાથે રહેવાની આદત પાડી દેવી જોઈએ. કેમ કે, કોરોના વાયરસના કેસ સતત 50 દિવસોથી વધી રહ્યાં છે. કોરોનાથી દેશમાં જીવ ગુમાવનારાઓમાં સૌથી વધુ લોકો મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળથી છે. દેશમાં 78 ટકા લોકોના મોત આ ચાર રાજ્યોમાંથી થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Breaking : આવતીકાલે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થશે


કયા રાજ્યોમાં સૌથી વધુ મોત 


  • મહારાષ્ટ્ર - 1068 મોત

  • ગુજરાત - 606 મોત

  • મધ્ય પ્રદેશ - 239 મોત

  • પશ્ચિમ બંગાળ - 225 મોત

  • રાજસ્થાન - 125 મોત 

  • દિલ્હી - 123 મોત


શ્રીમંતનો પ્રસંગ કોરાણે મૂકીને સાત માસના ગર્ભ સાથે મોરબીના નર્સ બન્યા કોરોના વોરિયર્સ


દેશના 33 રાજ્યોમાં અત્યાર સુધી 85,940 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 6 રાજ્યો એવા છે, જેમાં 100થી વધુ મોત નોંધાયા છે. 18 રાજ્યો એવા છે, જ્યાં 100થી ઓછા મોત થયા છે. સારી બાબત એ છે કે, કેટલાક રાજ્યો એવા છે જ્યાં કોરોનાથી એક પણ મોત થયા નથી. 9 રાજ્યોમાં કોરોનાથી કોઈ મોત નથી થયા. હવે એવા રાજ્યો જોઈએ, જ્યાં કોરોનાના કેસ સૌથી વધુ છે. 


‘કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી સુરતમાં પોલીસનું તબીબ સાથે ગેરવર્તન


મહારાષ્ટ્ર - 29100
તમિલનાડુ - 10108
ગુજરાત - 9931
દિલ્હી - 8895
રાજસ્થાન - 4727
મધ્ય પ્રદેશ - 4595
ઉત્તરપ્રદેશ - 4057
પશ્ચિમ બંગાળ - 2461
આંધ્રપ્રદેશ - 2307
પંજાબ - 1935


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર