‘કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી સુરતમાં પોલીસનું તબીબ સાથે ગેરવર્તન

કોરોના વાયરસની મહામારી વચ્ચે વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહેલ કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે પોલીસ કર્મચારી સહિત ટીઆરબી જવાન દ્વારા ગેરવર્તણૂક કરી ઝપાઝપી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. દર્દીની સારવાર માટે ગયેલા તબીબના વાહનને અટકાવી "કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પોહચતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા. તબીબ સાથે થયેલ દુર્વ્યવહારના પગલે કસૂરવારો સામે કતારગામ પોલીસ દ્વારા તબીબની ફરિયાદ લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
‘કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી સુરતમાં પોલીસનું તબીબ સાથે ગેરવર્તન

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસની મહામારી વચ્ચે વોરિયર્સ તરીકેની ફરજ બજાવી રહેલ કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે પોલીસ કર્મચારી સહિત ટીઆરબી જવાન દ્વારા ગેરવર્તણૂક કરી ઝપાઝપી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. દર્દીની સારવાર માટે ગયેલા તબીબના વાહનને અટકાવી "કેમ ગાડી ફૂલ સ્પીડમાં હંકારી રહ્યા છો...’ તેમ કહી ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પોહચતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો પણ ત્યાં દોડી આવ્યા હતા. તબીબ સાથે થયેલ દુર્વ્યવહારના પગલે કસૂરવારો સામે કતારગામ પોલીસ દ્વારા તબીબની ફરિયાદ લઈ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

દેશભરમાં કોરોનાની મહામારી વચ્ચે તબીબો પોતાનુ મોટું યોગદાન આપી રહ્યા છે. આ વચ્ચે વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહેલા તબીબો સાથે ગેરવર્તણૂંકના કિસ્સા હાલ સામે આવી રહ્યા છે. જ્યાં તબીબી આલમમાં એક રોષ જોવા મળી રહ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં કાર્ડિયોલોજીસ્ટ તબીબ સાથે પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન દ્વારા ગેરવર્તણૂંક તેમજ ઝપાઝપી કરવામાં આવી છે. કાર્ડિયોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરતા ભાવેશ કાતડિયા નામના તબીબ આજ રોજ પોતાના દર્દીને સારવાર આપ્યા બાદ અમરોલીથી કતારગામ તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન કતારગામ નજીક આવેલ પોલીસ ચેકપોસ્ટ ખાતે ફરજ પર હાજર પોલીસ કર્મચારી અને ટીઆરબી જવાન દ્વારા તબીબના વાહનને અટકાવવામાં આવ્યું હતું. જે પ્રમાણે તબીબે આક્ષેપ કર્યા છે, ટીઆરબી અને પોલીસ જવાન દ્વારા ગાડી કેમ ફૂલ સ્પીડમાં હંકારો છો તેમ કહી ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. પોતે તબીબ હોવા છતાં અને આઈકાર્ડ બતાવ્યા બાદ પણ ઝપાઝપી તેમજ ગેરવર્તણૂંક કરવામાં આવી હતી. જ્યાં આખરે સમગ્ર મામલો કતારગામ પોલીસ મથકે પહોંચતાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સભ્યો પણ દોડી આવ્યા હતા અને ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી હતી. જ્યાં તબીબની ફરિયાદના આધારે પોલીસે કસુરવારો સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

શ્રીમંતનો પ્રસંગ કોરાણે મૂકીને સાત માસના ગર્ભ સાથે મોરબીના નર્સ બન્યા કોરોના વોરિયર્સ

બીજી તરફ ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનર આર.બી.બ્રાહ્મભટ્ટે પણ તપાસના આદેશ આપ્યા છે.પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે, ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. તબીબ દ્વારા પણ પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ તે અંગે પણ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news