અમદાવાદ : ભાજપના પ્રવક્તા મહેશ કસવાળાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન. ભારત સરકારે કોઈપણ પ્રકારના ખાતરમાં ભાવ વધારો કર્યો નથી, રાજકીય લોકો દ્વારા નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. હાર ભાળી ગયેલી કોંગ્રેસ દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બેંગ્લોરની એક ખાનગી કંપની દ્વારા માત્ર કર્ણાટક રાજ્ય પુરતો જ ભાવ વધારો કર્યો છે. દેશમાં ક્યાંય ભાવ વધારો થયો નથી. ભાજપ પ્રવક્તા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છમીયા કહીને યુવતીનો હાથ પકડવો ભારે પડ્યો, રોમિયોની સુરત પોલીસે કરી ધરપકડ


આ અંગે સ્પષ્ટતા કરતા આર.સી ફળદુએ જણાવ્યું કે, કોંગ્રેસ દ્વારા એક પ્રોપેગેન્ડા હેઠળ ખેડૂતોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો. પછી તે કૃષી કાયદા અંગે હોય કે ખાતરનાં વધેલા ભાવનો મુદ્દો હોય. સરકાર દ્વારા હંમેશા નાગરિકોને ગુમરાહ કરવામાં આવતા રહે છે. રાસાયણીક ખાતરનાં ભાવ વધારા મુદ્દે પણ એવું જ છે. ખાતરમાં કોઇ પ્રકારનો ભાવ વધ્યો નથી. પહેલા જે ભાવે મળતું હતું તે જ ભાવે ખાતર મળી રહ્યું છે. 


સરકારનો ખુલાસો: ગુજરાતમાં નથી વધ્યા ખાતરના ભાવ, ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા


આ અંગે રાસાયણિક ખાતર માં કોઈ ભાવ વધારો નથી થયો નથી : કૃષિમંત્રી આર.સી.ફળદુ ની સ્પષ્ટતા સામે આવી છે. ચૂંટણી ટાણે કોંગ્રેસ ખોટા ગપગોળા ચલાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરવા નું કાર્ય કરી રહી હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. મનપા જેમ આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કેસરિયો લહેરાશે તેવો પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો. કેબિનેટ કૃષિમંત્રી આર.સી.ફળદુએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube