છમીયા કહીને યુવતીનો હાથ પકડવો ભારે પડ્યો, રોમિયોની સુરત પોલીસે કરી ધરપકડ

સુરતમાં મહિલા સલામતી પર પ્રશ્નો ઉભા થાય તેવા બનાવો સતત બની રહ્યાં છે. ત્યારે હવે ધોળેદહાડે યુવતીની છેડતીનો બનાવ બન્યો છે. વરાછા વિસ્તારમાં કામ કરતી એક યુવતી તેની ગાડી પાર્ક કરી રહી હતી ત્યારે છેડતી થઈ હતી. ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં તાત્કાલિક જાણ કરતા વરાછા પોલીસે સડકછાપ રોમિયોની ધરપકડ કરી છે. 
છમીયા કહીને યુવતીનો હાથ પકડવો ભારે પડ્યો, રોમિયોની સુરત પોલીસે કરી ધરપકડ

ચેતન પટેલ/સુરત :સુરતમાં મહિલા સલામતી પર પ્રશ્નો ઉભા થાય તેવા બનાવો સતત બની રહ્યાં છે. ત્યારે હવે ધોળેદહાડે યુવતીની છેડતીનો બનાવ બન્યો છે. વરાછા વિસ્તારમાં કામ કરતી એક યુવતી તેની ગાડી પાર્ક કરી રહી હતી ત્યારે છેડતી થઈ હતી. ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં તાત્કાલિક જાણ કરતા વરાછા પોલીસે સડકછાપ રોમિયોની ધરપકડ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ વરાછા વિસ્તારમાં બન્યો હતો. હીરાના કારખાનામાં કામ કરતી એક યુવતી પોતાનું વાહન પાર્કિંગ એરિયામાં પાર્ક કરી રહી હતી. તે સમયે એક યુવક તેની પાસે આવ્યો હતો. યુવતી ગાર્ડ પાર્ક કરી રહી હતી ત્યારે યુવકે તેને છમીયા કહીને બોલાવી હતી. ત્યારે યુવક આટલુ કહીને અટક્યો હતો. તેણે યુવતીને આઈટમ કહીને તેનો હાથ પણ પકડી લીધો હતો. આ જોઈ યુવતી ડઘાઈ ગઈ હતી, અને તેણે બૂમાબૂમ કરી હતી.

No description available.

યુવતીએ બૂમાબૂમ કરતા તેના કંપનીના માલિક ત્યાં તેની મદદે દોડી આવ્યા હતા. ત્યારે યુવકે યુવતી અને તેના બોસને ચપ્પુ બતાવીને ધમકી આપી હતી. આખરે કંપનીના સંચાલકોએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જેથી વરાછા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે યુવતીની છેડતી કરનાર યુવકની ધરપકડ કરી છે. આ યુવકનું નામ વિકાસ જનનીશાદ હોવાનું ખૂલ્યું છે. પોલીસે તેની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news