White topping road: હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
White topping road: અમદાવાદીઓના રોડ હવે નવી ટેક્નોલોજીથી બનનાર છે. જેના કારણે ચોમાસામાં ખાડારાજમાંથી મુક્તિ મળશે અને રોડ ધોવાઈ જવાની ઘટનાઓમાં પણ ઘટાડો થશે. બીજી એ કે ડામરના રોડને તૈયાર કરવામાં જ ખર્ચ થાય છે તેટલો જ ખર્ચ આ રોડ માટે થાય છે.
ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદીઓ માટે એક ખુશખબર મળી રહ્યા છે. અત્યાર સુધી તમે કાળા રોડ જોયા હશે, પરંતુ ટૂંક સમયમાં શહેરના અમુક વિસ્તારમાં સફેદ રોડ જોવા મળશે. ડામર અને RCC કરતા અલગ રીતે બનાવવામાં આવનાર આ રોડનું નામ વ્હાઇટ ટોપિંગ મટિરિયલથી બનાવવામાં આવનાર છે. અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદમાં વ્હાઈટટોપિંગ રોડ બનાવવાની શુભ શરૂઆત CM ના મતવિસ્તાર ઘાટલોડિયામાં થઈ હતી.
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો
અમદાવાદીઓના રોડ હવે નવી ટેક્નોલોજીથી બનનાર છે. જેના કારણે ચોમાસામાં ખાડારાજમાંથી મુક્તિ મળશે અને રોડ ધોવાઈ જવાની ઘટનાઓમાં પણ ઘટાડો થશે. બીજી એ કે ડામરના રોડને તૈયાર કરવામાં જ ખર્ચ થાય છે તેટલો જ ખર્ચ આ રોડ માટે થાય છે. હવે તમારા મનમાં થશે કે અમદાવાદમાં વ્હાઇટ ટોપિંગ પદ્ધતિથી રોડ બનાવવાની શરૂઆત તો થશે પરંતુ શું છે આ વ્હાટ ટોપિંગ ટેકનોલોજી.. તો તમને જણાવી દઈએ કે આ રોડ ઉનાળામાં ઠંડા રહેશે, પીગળે નહીં અને સફેદ હોવાને કારણે રાત્રે પણ ઓછા પ્રકાશે જોઈ શકાશે. AMCના મતે શહેરના 48 વોર્ડમાં બે મોટા રોડને આ પદ્ધતિથી તૈયાર કરાશે.
એક વિવાહ ઐસા ભી! દેશી છોકરાના પ્રેમમાં પડી જર્મન યુવતી, ખેતરોમાં કરી રહી છે ખેતી
મહત્વનું છે કે, CM ભૂપેન્દ્ર પટેલના મતવિસ્તાર ઘાટલોડિયામાં આ રોડ તૈયાર થઈ રહ્યો છે. 1500 મીટર લાંબો, 7.5 મીટર પહોળો આ રોડ 9 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે. આ સિવાય થલતેજ તથા બોડકદેવ વોડમાં આવેલ ગુરુકુળ રોડનો નવેસરથી વાઈટ ટોપિંગ પદ્ધતિથી ગુજરાતમાં સૌપ્રથમ વાર ઉપયોગ કરી નવીનીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સાનિયા મિર્ઝાનું આ એક સપનું હંમેશાં રહી જશે અધુરું, હવે ખોલ્યો રહસ્ય પરથી પડદો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુખાકારી માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ડામરના રોડ કરતા વ્હાઈટ ટોપિંગ રોડ વધુ ટકાઉ, સુરક્ષિત અને સુવિધાયુક્ત છે. આ રોડ પર 10થી વધુ વર્ષ સુધી ખાડા ન પડવાની ગેરન્ટી છે. વાઇટ ટોપિંગ રોડ પર વરસાદી પાણી ભરાશે નહીં. વરસાદી પાણી ભરવાથી સમસ્યાથી વાહનચાલકો મુક્તિ મળશે. વરસાદ માહોલ વચ્ચે રોડ ધોવાણ અને ખાડા પડવાની સમસ્યાથી છૂટકારો મળશે. વાહનોના ઇંધણ બચત કરશે.
ઉર્ફી જાવેદનો નવો લુક જોઈ ઉડી ગયા યૂઝર્સના હોશ, પહેરી લીધો કારના સીટકવર જેવો ડ્રેસ
શું છે ખાસિયતો?
વાઈટ ટોપિંગ રોડ પર બ્રેકિંગનું અંતર ઓછું કરે છે. રસ્તાઓ વરસાદી પાણી પડે તો ખૂબ ઝડપથી સુકાઈ જાય છે. રોડની બન્ને બાજુ સ્ટોમ વોટર લાઇન, પાણીના ઝડપી નિકાલ માટે સ્લોપ અપાયો છે. વાઇટ ટોપિંગ રોડ તોડી તેનો ફરી રિસાયકલ ઉપયોગ કરી શકાય છે. ડામર રોડ રિસરફેશ રૂપિયા 1450 પ્રતિ ચોમી ખર્ચ છે, જ્યારે વાઇટ ટોપિંગ પાછળ રૂપિયા ૧૬૦૦ પ્રતિ ચોમી ખર્ચ આવે છે. ડામર રોડ બેજથી જ નવો કરવો હોય તો પ્રતિ ચોમી રૂપિયા 2450 ખર્ચ આવે છે. વાઇટ ટોપિંગ બેજથી નવો કરવો હોય તો પ્રતિ ચોમી રૂપિયા 2600 ખર્ચ આવે છે.