અમદાવાદ :ગઈકાલે વડાપ્રધાન મોદીના મંત્રીમંડળની રચના થઈ, અને સાંજે ભવ્ય શપથ સમારોહ યોજાયો હતો. જેના બાદ આજે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. મોદીના માનીતા અને એનડીએમાં ચાણક્ય કહેવાતા અમિત શાહને ગૃહમંત્રી બનાવાયા છે. ગુજરાતના નેતાઓને મોદી સરકારમાં મહત્વના ખાતાઓ મળ્યા છે. અમિત શાહને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો પદભાર અપાયો છે, તો મનસુખ માંડવિયાને રસાયણ-ખાતર મંત્રાલય સોંપાયુ અને પરશોત્તમ રૂપાલાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના મુખ્ય સચિવને મળી શકે છે 3 મહિનાની એક્સટેન્શન, આજે જાહેરાતની શક્યતા  


લોકસભાની ચૂંટણીમાં જંગી વિજય બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા મંત્રીઓના શપથવિધી સમારોહમાં મોદીના મંત્રી મંડળમાં ગુજરાતના ત્રણ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ભાજપના ચાણક્ય ગણાતા અમિતશાહનો પણ સમાવેશ થાય છે. 2019માં રચાયેલી કેબિનેટમાં મનસુખ માંડવિયાને કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર ખાતુ સોંપાયું છે. તથા શિપીંગ મિનીસ્ટ્રીનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. તો સામે પુરુષોત્તમ રૂપાલાને એગ્રિકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેર ખાતુ સોંપાયું છે. 


શપથ લેતા સમયે મનસુખ માંડવિયાએ કરી હતી ભૂલ, રાષ્ટ્રપતિ કોવિંદે તરત તેમને ટપાર્યા હતા


રૂપાલાને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન
વડાપ્રધાન મોદીના નજીકના ગણાતા એવા પુરષોત્તમ રૂપાલાને પણ વડાપ્રધાન મોદીના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ગત સરકારમાં પણ તેઓ મોદીના મંત્રી મંડળના રાજ્યસભાના મંત્રી હતા અને આ વખતે પણ તેમને રાજ્યસભાના મંત્રી તરીકેની જવાબદારી સોપવામાં આવી છે.


ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અમદાવાદમાં સુરત આગ જેવી ઘટના બનતા રહી ગઈ


અમિત શાહ બન્યા નવા કેબિનેટ મંત્રી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા બેઠક પરથી જંગી લીડથી વિજયી થયેલા અમિત શાહને પણ મોદી સરકારના મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. અમિત શાહને મોદીના મંત્રી મંડળમાં સૌથી મહત્વની જવાબદારી સોપાવમાં આવી શકે છે. અમિતશાહને મોદીના મંત્રીમંડળમાં સ્થાન મળવાથી હવે ભાજપે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો ચહેરો જોવા મળશે. તેમને ગૃહમંત્રીની જવાબદારી આજે સોંપવામાં આવી છે.