ગુજરાતના મુખ્ય સચિવ જે.એન. સિંઘને મળ્યું 6 મહિનાનું એક્સટેન્શન
રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ વયમર્યાદાના આજે નિવૃત થવાના છે. પરંતુ રાજ્ય સરકાર મુખ્ય સચિવને 6 મહિનાના એક્સટેન્શનની જાહેરાત કરી છે. આજે બપોરે તેમના એક્સટેન્શનની જાહેરાત થવાની હતી, જે મુજબ 6 મહિના એક્સટેન્શન જાહેર થયું હતું. આમ, આ એક્સટેન્શન બાદ રાજ્યના મુખ્યસચિવ તરીકે સૌથી વધુ સમય સુધી જે. એન. સિંહ કાર્યરત રહેશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ વયમર્યાદાના આજે નિવૃત થવાના છે. પરંતુ રાજ્ય સરકાર મુખ્ય સચિવને 6 મહિનાના એક્સટેન્શનની જાહેરાત કરી છે. આજે બપોરે તેમના એક્સટેન્શનની જાહેરાત થવાની હતી, જે મુજબ 6 મહિના એક્સટેન્શન જાહેર થયું હતું. આમ, આ એક્સટેન્શન બાદ રાજ્યના મુખ્યસચિવ તરીકે સૌથી વધુ સમય સુધી જે. એન. સિંહ કાર્યરત રહેશે.
ચૂંટણી બાદ રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંહ રિટાયર્ડ થવાના હતા. ચૂંટણી આચારસંહિતા પૂરી થયા બાદ ગમે ત્યારે આ અંગે નિર્ણય લેવાનો હતો. પરંતુ તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી શકાય છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા જે.એન. સિંઘના ત્રણ મહનાના એક્સટેન્શ સંબંધિત તમામ પ્રોસેસ પૂર્ણ કરાઈ છે અને આજે તેની સત્તાવાર જાહેરાત પણ કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં ગૃહ સચિવ જે.એન સિંઘ પણ મુળ બિહારનાં આઇએએસ ઓફીસર છે. સિંઘ પણ વડાપ્રધાનનાં માનીતા અધિકારી હોવાનું કહેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે