Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે, પરંતુ દરેકના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે ગુજરાતમાં હાલ ચોમાસું કેમ નબળું પડ્યું છે. છેલ્લા કેટલાંક દિવસથી ગુજરાતના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હાલ તો મજબુત સિસ્ટમ સક્રિય નથી. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કારણ આપ્યું છે કે હાલ ગુજરાતમાં ચોમાસું કેમ નબળું પડ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે! દરિયો ન ખેડવા સૂચના, આગામી 4 દિવસ શું છે આગાહી


ચોમાસું નબળું રહેશે
હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રા કહે છે, ‘ચોમાસું હવે નબળા તબક્કામાં પ્રવેશ્યું છે. અમે સમગ્ર જુલાઈ દરમિયાન ચોમાસાનો સક્રિય તબક્કો જોયો. તેમણે કહ્યું કે હવે સક્રિય તબક્કા પછી, અઠવાડિયાનો તબક્કો અપેક્ષિત છે. “ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી દ્વીપકલ્પ અને મધ્ય ભારતમાં ઓછો વરસાદ પડશે,” તેમણે કહ્યું. હિમાલયની તળેટી અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ પડશે. અમે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના ભાગો જેવા વરસાદની અછતવાળા રાજ્યોમાં વરસાદની અપેક્ષા રાખીએ છીએ.


ચૈતર વસાવાને ઝટકો: 35 વર્ષથી ભાજપ સત્તામાં પણ હવે કોંગ્રેસ ભરાશે, કોને આપશે ટીકિટ


અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ માસમાં પૂર્વ પેસેફિક મહાસાગરની ગતિવિધિ અને ઉતર પ્રેસેફિક મહાસાગર પર બનેલા ભિન્ન ભિન્ન સ્ટોમના કારણે ભેજ ખેંચાય જાય છે. જેના કારણે સારો વરસાદ થતો નથી. આવી સ્થિતિ ચિંતાનું કારણ બની શકે છે. આ વખતે પૂર્વ પ્રેસેફિક મહાસાગરની ગતિવિધિ ભારતના મોસમને કમજોર કરી રહી છે.


વડોદરામાં સ્વામીનારાયણ મંદિરને તાળાબંધી કરવાના વિવાદમાં એકનું મોત, CCTV


પાકિસ્તાનમાં હવાનું હળવું દબાણ છે. ભેજના કારણે વરસાદી વાતાવરણ છે. ગુજરાતમાં આગામી સમયમાં ઝાપટા પડવાનું પ્રમાણ વધી શકે છે. રાજસ્થાનના ભાગોમાં ઝાપટાનું પ્રમાણ વધુ રહી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઝાપટા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઝાપટા રહી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડશે. 


ફરી વિકાસનો વાયદો! ગુજરાતની બધી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મળશે આ આધુનિક સુવિદ્યા


અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે, હજુ આવું ભેજવાળું વાતાવરણ 18 ઓગસ્ટ સુધી રહેશે. અને ત્યારબાદ કોઈ સિસ્ટમ બનશે અને કંઈક અંશે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 18 ઓગસ્ટથી દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. 16થી 18 ઓગસ્ટમાં વરસાદી વહન સક્રિય થશે. 20થી 22 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરનું વહન સક્રિય થતાં વરસાદ સારું રહે તેવી શક્યતા છે. 


પશુપાલકોના હિતમાં પંચામૃત ડેરીનો મહત્વનો નિર્ણય; 3 લાખથી વધુ લોકોને શું થશે ફાયદો?


જળ રાશિ ચંદ્ર રાશિ વૃષભથી કર્ક રાશિમાં ગ્રહોની સ્થિતિ જોતા વરસાદી ઝાપટા આપી શકે છે. 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્ર શરુ થશે એટલે મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાક માટે સારુ ગણાય છે. ઝાકરી વરસાદ ઓગસ્ટમાં આવે તો વરસાદનું જોર ગણવું. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર વચ્ચે ઝાકરી વરસાદ આવે તો ચોમાસુંપૂર્ણતા તરફ વળી રહ્યું હોય તેવું માનવામાં આવે છે. 20 ઓગસ્ટથી વરસાદ આવશે તે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેના કારણે વરસાદ આવશે.


પોરબંદરમાં દેશભક્તિ સામે ષડયંત્ર : મૌલવીના ફતવા સામે ત્રણ યુવકોનો આપઘાતનો પ્રયાસ


અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 27 સપ્ટેમ્બરથી 10 ઓકટોબર વચ્ચે ઝાકરી વરસાદ આવે તો ચોમાસું સમાપ્ત તરફ થઈ રહ્યું હોય તેવું ગણવામાં આવે છે. અત્યારે ઝાકરી વરસાદ આવી રહ્યો છે. એટલે કે વરસાદનું જોર વધે તેવું માનવમાં આવે છે. ગુજરાતમાં હવાનું દબાણ ઉંચું છે. આ ઉપરાત દેશના પૂર્વ ભાગમાં વરસાદ છે. 


લૂણાવાડામાં આજે એક ચોંકાવનારી ઘટના; ફરી લંપટ આસારામના ફોટા સાથે વાજતે ગાજત સરઘસ નીકળ