ઝી બ્યુરો/પાટણ: પાટણ  એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતોએ પોતાના કપાસનો માલ વેચવાના શ્રી ગણેશ કરી દીધા છે. જોકે પ્રથમ દિવસ બાદ બીજા દિવસે કપાસના ભાવમાં વિસંગતતા સર્જાઈ હતી. પ્રથમ દિવસે ખેડૂતોને જે ભાવ મળ્યા હતા, તેનાથી અડધા ભાવે ખેડૂતોને પોતાનું કપાસનો માલ વેચવાની ફરજ પડી હતી. ગઈકાલે 1300 થી 2100 રૂપિયા સુધીના કપાસના ભાવ રહ્યા હતા. જેને લઇ આજે બીજા દિવસે કપાસના સારા ભાવ મળશે. તેવી આશાઓ સાથે ખેડૂતો પાટણ એપીએમસી ખાતે કપાસનો  માલ વેચવા દોડી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઘર ભાડે આપવું મુશ્કેલ બની જશે? સરકારે ભાડાની આવકના નિયમોમાં કર્યો ફેરફાર


જોકે આજે રૂપિયા 1200 થી 1400 રૂપિયા ભાવ રહેતા ખેડૂતોમાં નિરાશા સાંપડી હતી. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પાછોતરા પડેલા વરસાદે ભારે તારાજી સરજી હતી અને ખેડૂતોના ઊભા પાકને બરબાદ કરી દીધો હતો. જેને લઇ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેવામાં હવે પોષણ ક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો હતો અને સરકાર ટેકાનો ભાવ આપે તેવી માંગ કરી રહ્યા છે. 


Guru-Shani : વક્રી ગુરુ અને માર્ગી શનિ 3 રાશિને ફળશે, માલામાલ થતા કોઈ રોકી નહીં શકે


મોંઘા ભાવની ખેડ, ખતર, બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કર્યા અને ખેડૂતોની કાળી મજૂરી છતાં પણ મોઢે આવેલ કોળિઓ છીનવાઈ જતા ખેડૂતોની કફોડી હાલત બનવા પામી છે. જોકે ભારે વરસાદને લઇ પાક ઉત્પાદન ઓછું થવા પામ્યું છે. સામે ભાવ પણ નીચા રહેતા જગતના તાત ની હાલત કફોડી બની રહેવા પામી છે.


સોમનાથ મંદિર બુલડોઝર એક્શન પર સુપ્રીમે માંગ્યો ગુજરાત સરકાર પાસેથી જવાબ